સમસ્ત મહાજનનાં નેતૃત્વમાં રાજકોટ એનિમલ હેલ્પલાઈનની ટીમ અયોધ્યા પહોંચી

સમસ્ત મહાજનનાં નેતૃત્વમાં રાજકોટ એનિમલ હેલ્પલાઈનની ટીમ અયોધ્યા પહોંચી
સમસ્ત મહાજનનાં નેતૃત્વમાં રાજકોટ એનિમલ હેલ્પલાઈનની ટીમ અયોધ્યા પહોંચી

અયોધ્યાની કાન્હા ઉપવન ગૌશાળામાં ૧૪૦૦ ગૌમાતાઓની મેડીકલ સેવામાં કાર્યરત

સમસ્ત મહાજન દરેક મોરચે ઉત્કૃષ્ટ કાર્યો કરતી સંસ્થા બની છે. શ્રી રામ ભગવાનની જન્મભૂમિ અયોધ્યા ખાતે થોડા મહિનાઓ પૂર્વે સમસ્ત મહાજનની ટીમ સાથે અયોધ્યાનાં સતાધીશોની સત્તાવાર મુલાકાત યોજાઈ. આ મિટિંગમાં ખાસ મુંબઈથી ભારત સરકારના એનિમલ વેલ્ફેર બોર્ડના સદસ્ય તેમજ સમસ્ત મહાજનનાં ટ્રસ્ટી  ગિરીશભાઈ શાહે અયોધ્યામાં આદર્શ ગૌશાળા – પાંજરાપોળનું નિર્માણ, નિર્વાહ, વિસ્તૃતિકરણ, આધુનિકીકરણ અને જીવદયા વિષયક વાર્તાલાપ કર્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ મિટીંગમાં સમસ્ત મહાજનનાં ગિરીશભાઈ શાહની સાથે મિત્તલ ખેતાણી, અયોધ્યાનાં સ્થાનીય જીવદયા અગ્રણી પ્રવીણ દુબે, સૌરવ ઘોષ, પવનભાઈ સહિતનાઓ હાજર રહ્યા હતા. અયોધ્યામાં આવેલ કાન્હા ઉપવન ગૌશાળામાં ૧૪૦૦ જેટલી ગૌમાતાઓ, ગૌ વંશ  છે. પરંતુ હાલમાં જ આવેલ વાવાઝોડાને કારણે, મુશળધાર વરસાદનાં કારણે નિર્માણાધીન ગૌશાળામાં કીચડ, માટી, પાણીથી બહુ જ ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ હતી.

Read About Weather here

જેથી ચોમાસામાં યુધ્ધના સ્તરે અનુભવી, સુયોજીત, પ્રશિક્ષીત તથા ગૌશાળાનાં પ્રબંધકો, કાર્યકરોની ખૂબ આવશ્યકતા હતી. આ અંગે સમસ્ત મહાજનનાં ગીરીશભાઈ શાહનાં નેતૃત્વ હેઠળ કરુણા ફાઉન્ડેશન-એનીમલ હેલ્પલાઈન, રાજકોટની ટીમ અયોધ્યા પહોચી, ગૌશાળાની ખરાબ પરીસ્થિતિ હોવા છતાં કરુણા ફાઉન્ડેશન દ્વારા ડોક્ટર્સ અને પેરા મેડીકલ ડોક્ટર્સનો સ્ટાફ સતત ૧૪૦૦ ગૌમાતાઓની મેડીકલ સેવામાં કાર્યરત છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here