રાજકોટ ડીસ્ટ્રીક ફૂટબોલ એસોસિએશનની મીટીંગ યોજાઈ

રાજકોટ ડીસ્ટ્રીક ફૂટબોલ એસોસિએશનની મીટીંગ યોજાઈ
રાજકોટ ડીસ્ટ્રીક ફૂટબોલ એસોસિએશનની મીટીંગ યોજાઈ

રાજકોટમાં ફૂટબોલ માટે અદ્યતન ગ્રાઉન્ડ બનાવવા રજૂઆત કરશું: ગુણવંત ડેલાવાળા

તા.૫ થી ૧૫ ઓક્ટોમ્બર સુધીમાં ઓપન ગુજરાત સિનિયર ઇન્ટર ડીસ્ટ્રીક ટુર્નામેન્ટ રમાશે, ૨૯ જીલ્લાની ટીમ ભાગ લેશે

રાજકોટ ડીસ્ટ્રીક ફૂટબોલ એસોસીએશનની આજરોજ હોટલ મોરીસમાં તમામ હોદેદારો અને કમિટી મેમ્બરની મીટીંગ મળેલ. ગુજરાત ફૂટબોલ એસોસિએશનનાં ગુજરાતનાં ઉપપ્રમુખ તરીકે ગુણવંતભાઈ ડેલાવાળાની નિમણૂક તેમજ રોહિતભાઈ બૂનેલા, રફેલ ડાભી, જયેશ કનોજીયાની ગુજરાત ફૂટબોલ અસોસિએશનમાં અન્ય જવાબદારી સોંપવામાં આવી.

Visit Saurashtra Kranti Homepage here

ઉપપ્રમુખ ડી.વી. મહેતાએ જણાવેલ કે, આગામી દિવસોમાં ફૂટબોલમાં રાજકોટના ખેલાડીઓ ઉંચ સ્થળે રમવા માટે જાય તેવી બધાએ મહેનત કરવી પડશે. રાજકોટમાં ફૂટબોલની રમત માટે આદ્યતન ગ્રાઉન્ડ બને તે માટે કોર્પોરેશનના પદાધિકારોને રજૂઆત કરશું.

તેમજ ગુણવંતભાઈ ડેલાવાળાએ આગામી તા. ૭/૯ થી ૧૫/૯ સુધીમાં સ્વ.દિનેશભાઈ ગોસાઈ તથા સ્વ.પીટર જેક સીનીયર ઓપન રાજકોટ ફૂટબોલ ટૂર્નામેન્ટ રમાડવામાં આવશે. આ ટૂર્નામેન્ટમાં ડીસ્ટ્રીકનું સિલેકશન ત્યાર બાદ કેપ રેશે.

તેમાંથી સ્ટેટમાં ભાગ લેવાનું સિલેકશન થશે. તેમજ તા.૫/૧૦ થી ૧૫/૧૦ સુધીમાં ઓપન ગુજરાત સીનીયર ઇન્ટર ડીસ્ટ્રીક ટૂર્નામેન્ટ રમાશે. જેમાં ગુજરાત ની ૨૯ જીલ્લાની ટીમ ભાગ લેશે. આ માટે રાજકોટ મહાનગરપાલિકા તેમજ વિવિધ કંપનીઓનો સહયોગ લેવામાં આવશે.

ગુણવંભાઈએ વધુ જણાવેલ કે કોરોના હળવો થયા બાદ આગામી જાન્યુઆરી માસમાં ઓપન રાજકોટ (૬ થી ૧૨ વર્ષના બાળકો) બેબી લીગ ટૂર્નામેન્ટ રમાશે. આ માટે રાજકોટની વિવિધ સ્કૂલો સાથે સંપર્ક કરવામાં આવશે.

Read About Weather here

આગામી દિવસોમાં ઓલ ઇન્ડિયા ફેડરેશનમાંથી તારીખ આવ્યા પછી ભાઈઓ અને બહેનો માટે અંડર ૧૪ અને અંડર ૧૭ ની રાજકોટમાં ટૂર્નામેન્ટ રમાડવામાં આવશે. આ મીટીંગમાં ટૂર્નામેન્ટ માટે કમીટી રચવામાં આવેલ. તેમ યાદીમાં જણાવ્યું છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here