કંપની સાથે લેન્ડ ગ્રેબીંગ કરનાર માથાભારે સામે લોકદરબારમાં ફરીયાદ

કંપની સાથે લેન્ડ ગ્રેબીંગ કરનાર માથાભારે સામે લોકદરબારમાં ફરીયાદ
કંપની સાથે લેન્ડ ગ્રેબીંગ કરનાર માથાભારે સામે લોકદરબારમાં ફરીયાદ

હોલીડે સીટી માં સ્વીમીંગ પુલ ખરીદવાનું કહીં ધાક-ધમકીથી ફાર્મ હાઉસનો દસ્તાવેજ કરાવી લીધો: જીતેન્દ્ર મારૂ

ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્ર કુંવરજીભાઈ મારૂએ ગત તા. ૭-૮ નાં રોજ સંત કબીર રોડ પર રહેતા ખોડુભાઈ સામંતભાઈ મુંધવા અને હસનવાડી ૮૦ ફૂટ રોડ પર રહેતા કાનાભાઈ ડાભી વિરુધ્ધ લેખિતમાં અરજી કરી છે. અરજીમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૧ થી ૨૦૧૮ દરમિયાન ખોડુભાઈ મુંધવા પાસેથી આશરે રૂ.૬૦ લાખ કટકે-કટકે કરીને ૧૫% માસિક વ્યાજે લીધેલા તે રકમ ચૂકવી આપેલ.

Visit Saurashtra Kranti Homepage here

કાનાભાઈ ડાભીએ જામનગર જીલ્લાનાં કાલાવડ તાલુકાના શિશાંગ ગામમાં રેવન્યુ સર્વેનં. ૧૫૧ માં આવેલ હોલીડે સિટીમાં આપેલ સ્વીમીંગ પુલ ખરીદકરવાનું છે. આ સ્વીમીંગ પુલની કિંમત ૫૫ લાખ હોય. નાણાની જરૂરિયાત હોવાથી રૂ.૧૫ માં વેચાણથી આથવાનું નક્કી કરેલ. સ્વીમીંગ પુલ પેટે રૂ.૨૦ હજારની સુથી આપેલ.

વધુમાં જણાવ્યું છે કે, ખોડુભાઈ મુંધવા અને કાનાભાઈ ડાભીએ ફાર્મ હાઉસનો દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું. બંનેની વાત નહીં સ્વીકારતા ઢોરમાર મારેલ અને ધમકી આપેલ કે, હું માથાભારે માણસ છું, મારા વિરુધ્ધ અનેક ગુન્હાઓ નોંધાયેલ ફાર્મ હાઉસનો મારા નામનો દસ્તાવેજ કરી આપવો પડશે.

ફરિયાદી જીતેન્દ્રભાઈ મારૂએ માલિકીનું ફાર્મ હાઉસ શિશાંગ ગામમાં આવેલ. ખુદુભાઈ મુંધવાએ તેમના પત્ની રીનાબેનનાં નામે તા. ૯-૭-૨૦૨૧ નાં રોજ વેચાણ દસ્તાવેજ બળજબરીથી જાનથી મારી નાખવાની ધમકી આપીને કરાવી લીધેલ હોવાનો આક્ષેપ કર્યો છે.

હોલીડે સીટીમાં બળજબરીથી કબ્જો કરેલ તે પણ ખાલી નહીં કરતા હોવાનું જણાવ્યું છે. પોલીસ દ્વારા યોજવામાં આવેલ લોક દરબારમાં ફરિયાદ કરેલ. હવેથી જીતેન્દ્રભાઈ તથા અમારા પરિવારજનોને કંઈપણ થશે તો તેણી જવાબદારી ખોડુભાઈ મુંધવા અને કાનાભાઈ  ડાભીની રહેશે. રાજકોટ પો.કમિશનર, મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ સેલ-ગાંધીનગર, ગૃહમંત્રી સહિતનાં અધિકારીઓને નકલ રવાના કરી છે.

Read About Weather here

સ્વીમીંગ પુલની જ વાત થઇ હતી: કાનાભાઈ ડાભી

કાનાભાઈ ડાભીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, સ્વીમીંગનો સોદો રૂ. ૧૩.૫૧ લાખમાં થયો હતો. સોદા પેટે રૂ.૧૦ લાખ આપ્યા હતા. તે જીતુભાઈને આપી દીધા હતા. સ્વીમીંગ પુલના વેચાણની વાત થઇ હતી. ફાર્મ હાઉસનીનહીં તેમ જણાવ્યું હતું.(૧.૧૨)

રાજકોટ: પત્રકાર પરિષદમાં માહિતી આપતા જીતેન્દ્રભાઈ મારૂ જે તસ્વીરમાં નજરે પડે છે.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here