ટ્રાફિક સિગ્નલ પર ડાબી સાઈડ રોકી લેતા વાહનચાલકોને દંડ ફટકારાશે

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

ત્રીજા ભાગની ટ્રાફિક સમસ્યાનું કારણ આ હોવાનું પોલીસનું તારણ

ટ્રાફિક સિગ્નલો પર વાહનચાલકોની લાપરવાહીને કારણે ડાબી બાજુએ જવા માંગતા વાહનચાલકોને પણ ફરજીયાત ટ્રાફિકજામની હાલતમાં ફસાવાનો વખત આવે છે

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે નડાબી બાજુની સાઈડથ રોકી લેતા વાહનચાલકોને તગડો દંડ ફટકારીને બોધપાઠ ભણાવવામાં આવશે.રાજકોટ હોય કે અમદાવાદ અથવા કોઈપણ શહેર, ટ્રાફિક સિગ્નલ પર ડાબી બાજુ વળવાની વાહનચાલકને છુટ્ટ હોય છે

પરંતુ અન્ય દિશામાં જવા માંગતા વાહનચાલકો પણ ગમે ત્યાં ઉભા રહીને રસ્તો રોકી લેતા હોય છે. ડાબી બાજુ જવા માંગતા વાહનચાલકો પણ સિગ્નલ ખુલે ત્યાં સુધી અટવાય જાય છે.

સમયનો વેડફાટ થાય છે. ઉપરાંત પ્રદુષણ સહન કરવું પડે છે. વાહનચાલકોના અશિસ્તને કારણે જ આ હાલત સર્જાતી હોય છે. રાજયના લગભગ તમામ શહેરોમાં સમાન હાલત છે

ત્યારે આ તકલીફ દુર કરવા માટે અમદાવાદ પોલીસે બીડુ ઝડપ્યું છે. રાજકોટ સહિતના અન્ય શહેરોની પોલીસ પણ આ દિશામાં કાર્યવાહી કરી જ રહ્યા છે.

અમદાવાદમાં પોલીસ કમિશ્ર્નર સંજય શ્રીવાસ્તવે તો પોલીસ, કોર્પોરેશન તથા બીન સરકારી સંગઠનોની બેઠક બોલાવી ચર્ચા કરી હતી.

આ તકલીફ દુર થાય તો પણ ત્રીજા ભાગની ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે તેવું તારણ વ્યક્ત થયુ હતું. આ સંજોગોમાં તમામ ટ્રાફિક સિગ્નલોએ ડાબી તરફની સાઈડમાં જવા માંગતા વાહનચાલકોને સરળતા રહે

તે માટે ખાસ બેરીકેડ લગાવવાનું નકકી થયું હતું. આમ છતાં અન્ય વાહન ચાલકો રસ્તો રોકીને ઉભા રહી જાય તો દંડ ફટકારાશે. અમદાવાદ, રાજકોટ સહિતના શહેરોના મોટાભાગના ટ્રાફિક સિગ્નલો પર ડાબી બાજુના ટ્રાફિક માટે બેરીકેડ છે

જ હવે તેમાં ફરજ પરના ટ્રાફિક જવાનોને સખ્તાઈથી અમલ કરાવવા કહેવાયુ છે. ડાબી સાઈડ રોકીને ઉભા રહી જતા વાહનચાલકોને દંડ ફટકારાશે.

Read About Weather here

પોલીસ તંત્રનું એવુ માનવું છે કે દંડની વસુલાત થાય એટલે વાહન ચાલકોમાં આપોઆપ શિસ્ત આવવા લાગશે.(9.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here