દેશમાં કોરોનાની ત્રીજી લ્હેર સપ્ટેમ્બરમાં આવવાનો સંભવ

ગુજરાતમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય સહિત ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત
ગુજરાતમાં ભાજપનાં પૂર્વ ધારાસભ્ય સહિત ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત

બાળકો પર વધુ જોખમ, સતર્ક રહેવા માટે વધુ પગલાની જરૂરીયાત: ઓકટોમ્બરમાં પીક પર આવશે, ડિઝાસ્ટર મેનેજમેન્ટની લાલબત્તી: બાળકો માટે સારવારની તમામ આગોતરી વ્યવસ્થા કરવા પીએમઓને ભલામણ

કેન્દ્રના ગૃહમંત્રાલયના આદેશથી નેશનલ ઇન્ટીટયુટ ઓફ ડિઝાસ્ટ મેનેજમેન્ટના વડપણ હેઠળ રચાયેલી નિષ્ણાંત સમીતિએ એવી લાલબત્તી ધરી છે કે, દેશમાં ઓકટોમ્બર મહિનાના પ્રારંભે કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થઇ શકે છે અને પીક પર આવી શકે છે.

Visit Saurashtra Kranti Homepage here

બાળકોને વધુ જોખમ હોવાનું જણાવતા સમીતિએ વયસ્કોની સાથેસાથે બાળકોની તબીબી નિરીક્ષણ અને સારવાર માટેની તમામ સગવડોની પૂર્વ તૈયારીઓ કરી લેવા માટે વડાપ્રધાન કાર્યાલયને ભલામણ કરી છે.

સમીતિનો ખાસ અહેવાલ જણાવે છે કે, ત્રીજી લહેરનો પ્રારંભ થાય એટલે બાળકો પર જ સૌથી વધુ જોખમ રહેવાની ભીતી છે એટલે ઓકટોમ્બર મહિનાના પ્રારંભ પહેલા બાળકોની સારવાર માટેના ડોકટર, સ્ટાફ તથા અન્ય સાઘન સરંજામની પૂર્વ તૈયારીઓ કરી લેવી જરૂરી છે જો મોટી સંખ્યામાં બાળકોને ચેપ લાગે તો દવા અને સાઘનો તથા સ્ટાફની મોટા પાયે જરુરીયાત રહેશે.

અહેવાલમાં દર્શાવ્યું છે કે, કોમોરબીડીટી ધરાવતા બાળકો અને દિવ્યાંગ અવસ્થા ધરાવતા બાળકોને રસી મુકવાના કામને અગ્રતાના ધોરણે ચાલુ કરવું જોઇએ. ઓકટોમ્બરના અંત સુધીમાં ત્રીજી લહેર પીક પર આવી શકે છે. બાળકો માટેના ખાસ કોવિડ વોર્ડ, તમામ સાઘન સરંજામ સાથે અત્યારથી તૈયાર કરી લેવા જોઇએ એવી સમીતિએ ભલામણ કરી છે.

જે બાળકોને રસી નથી મુકાઇ એમના પરનું જોખમ ધ્યાનમાં લેવું પડશે. જો કે નિષ્ણાંતો એવું પણ કહે છે કે, કોરોનાની ત્રીજી લહેર બીજી લહેર જેવી ત્રીવ્ર અને ધાતક નહીં હોય પણ તૈયારીઓ જરૂરી છે. કેમ કે, બાળકોને ઝડપથી ચેપ લાગી શકે છે. એટલે પીડીયાટ્રીક સવલતોમાં તાત્કાલીક વધારો કરવો જરૂરી છે.

Read About Weather here

અત્યારે દેશમાં બાળરોગ નિષ્ણાંતોની ધણી અછત વર્તાય રહી છે એ અંગે ચિંતા વ્યકત કરતા નિષ્ણાંતોએ જણાવ્યું છે કે, દેશમાંથી મળેલા ડેટા અનુસાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બાળરોગ નિષ્ણાંતોની અછતનું પ્રમાણ 82% જેવું છે. જયારે કમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં બાળરોગ તબીબોની 63% જગ્યાઓ હજી ખાલી પડી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here