મિશન-2022 ને ધ્યાનમાં લઇ આમ આદમી પાર્ટી શહેર એકમ દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો

મિશન-2022 ને ધ્યાનમાં લઇ આમ આદમી પાર્ટી શહેર એકમ દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો
મિશન-2022 ને ધ્યાનમાં લઇ આમ આદમી પાર્ટી શહેર એકમ દ્વારા અભ્યાસ વર્ગ યોજાયો

જન સંવેદના મુલાકાત, મિસ કોલ ડેટા દ્વારા જોડવામાં આવેલ સભ્યો તેમજ સદસ્યતા જોડો અંગે થયેલ કામગીરીની સમીક્ષા કરી

આમ આદમી પાર્ટી શહેર એકમ દ્વારા ગત તા.21 નાં રોજ રાજકોટ શહેર તમામ પદાધીકારીઓ, ઝોન પ્રભારીઓ, વિવિધ મોરચાના હોદેદારો તથા તમામ વોર્ડમાંથી વોર્ડ પ્રભારીઓ, વોર્ડપ્રમુખ, વોર્ડ સંગઠન મહામંત્રીઓ તેમજ વોર્ડ મહામંત્રીઓ ઉપસ્થિત રહી જન સંવેદના મુલાકાત, મીસ કોલ ડેટા દ્વારા જોડવામાં આવેલ સભ્યો

Visit Saurashtra Kranti Homepage here

તેમજ સદસ્યતા જોડો કાર્યક્રમો અંગે તમામ વોર્ડમાં થયેલ કામગીરીની સમીક્ષા કરવામાં આવી. તેમજ મિશન– ૨૦૨૨ અંતર્ગત દરેક વોર્ડમાં મતદારો સુધી પહોંચી અને એમના પ્રશ્નોનું નિરાકરણ તેમજ આગામી મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી.

આ કાર્યક્રમમાં સંગઠન મહામંત્રી રાહુલભુવા, મહામંત્રી સંજયસિંહ વાઘેલા, રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલ, સૌરાષ્ટ્ર ઝોન પ્રવકતા મનિષ ગઢવી તથા સૌરાષ્ટ્ર ઝોનસંગઠન મંત્રી અજીતભાઈ લોખીલ દ્રારા મિશન- 2022 ની તૈયારી કરવા અંગેની માહિતી આપવામાં આવેલ

Read About Weather here

તેમજ કાર્યક્રમનું સંચાલન રાકેશભાઈ સોરઠીયા દ્રારા કરવામાં આવ્યું તે બાબતની રાજકોટ શહેર અધ્યક્ષ શિવલાલ પટેલની અખબારી યાદી જણાવે છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here