હળવદમાં રક્ષણ માટે બલિદાન આપનાર શૂરવીરોના પાળીયાને રાખડી બંધાઈ

હળવદમાં રક્ષણ માટે બલિદાન આપનાર શૂરવીરોના પાળીયાને રાખડી બંધાઈ
હળવદમાં રક્ષણ માટે બલિદાન આપનાર શૂરવીરોના પાળીયાને રાખડી બંધાઈ

શિક્ષણ દિપક ચૌહાણ અને શાળાનં.10 ની દીકરીઓના હસ્તે રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી

હળવદ છોટાકાશી તરીકે પ્રસિધ્ધ છે. હળવદના પાદરમાં સૌથી વધુ પાળીયા આજે પણ અડીખમ ઉભા છે અને હળવદ શહેરની રક્ષા કરે છે. આવા નરબંકા પાળીયાઓને રક્ષા બાંધવાના વિચારથી છેલ્લા ચાર વર્ષથી શિક્ષક તરીકે સેવા આપતા દિપકભાઇ ચૌહાણ પાળીયાઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે.

Visit Saurashtra Kranti Homepage here

બહેનો-દીકરીઓની રક્ષા, સિમાડાની રક્ષા, કે ગાયોની રક્ષાકાજે વ્હારે ચડી વીરગતિ વહોરનારા પાળીયાઓની અમર ગાથા આજે પણ હળવદના સ્મશાનમાં જોવા મળી રહી છે.

બહેનો-દીકરીઓની રક્ષા કાજે વીરગતિ વહોરનાર100 થી વધુ પાળીયાઓ આજે  અડીખમ ઉભા છે. આવા પૂજનીય પાળીયાને દિપકભાઇ ચૌહાણ રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરે છે.

Read About Weather here

જેમાં તેમની સાથે પ્રાથમિક શાળાનં.10 ની બાળાઓ પણ જોડાય છે. 70 રાખડી બાંધી શરૂઆત કરનારા શિક્ષક દિપકભાઇ હાલ ૨૧૫થી વધારે પાળીયાને રાખડી બાંધે છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here