એન.એસ.યુ.આઈ દ્વારા કલેકટરને આવેદન પાઠવાયું

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

સમરસ હોસ્ટેલના વિદ્યાર્થીઓ માટે એડમીશનની વ્યવસ્થા કરવા માંગ

શહેર એન.એસ.યુ.આઈ દ્વારા રાજકોટ કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આવેદપત્રમાં જણાવ્યું છે કે, શહેરમાં આવેલી સમરસ હોસ્ટેલમાં 2 હજાર વિધાર્થીઓ ફ્રી માં રહી જમી શકે તેવી સુવિધા સરકાર દ્વારા આપવામાં આવતી હતી. છેલ્લા બે વર્ષથી સરકાર દ્વારા કોવિડ હોસ્પીટલમાં ફેરવવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

હાલ અત્યારે તમામ કોલેજો ચાલુ કરી દેવામાં આવી છે અને જે ભુતકાળમાં રહેતા અને નવા બહારગામથી આવેલા વિધાર્થીઓ જેઓ આર્થિક રીતે ગરીબ છે, જેને આ સમરસ હોસ્ટેલ બંધ હોવાથી ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

સરકાર દ્વારા ત્રીજી લહેરની તૈયારીના ભાગરૂપે કોવિડની વ્યવસ્થા એટલે કે, કોવિડ હોસ્પિટલમાં સમરસ હોસ્ટેલ ફેરવેલ છે. અમો સરકારને કહેવા માંગીએ છીએ કે આ હોસ્ટેલ ગરીબ વિધાર્થીઓના હિત માટે બનાવવામાં આવી છે.

અએન.એસ.યુ.આઈની માંગણી છે કે તે હોસ્ટેલના વિધાર્થીઓ માટે એડમીશનની વ્યવસ્થા કરવી જોઈએ. જેથી 2000 જેટલા વિધાર્થીઓને તેનો લાભ મળી શકે.

Read About Weather here

આ કાર્યક્રમને સફળ બનાવવા રાજકોટ એન.એસ.યુ.આઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી, ઉપપ્રમુખ દર્શન શિયાળ, દિગ્ધાલસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા, દર્શ બગડા, દેવેન્દ્ર સિંહ જાડેજા, મહામંત્રી માધવ આહિર, પાર્થ ગઢવી, મયુરસિંહ જાડેજા, રોહિત રાઠોડ, કર્મદિપસિંહ જાડેજા, બ્રીજરાજસિંહ રાણા, આર્યન કનેરીયા, કેવલ પાંભર, રવિરાજસિંહ જાડેજા, ધવલ રાઠોડ, ભવ્ય પટેલ, મંત્રી વિશ્વજીતસિંહ જાડેજા, મીલન વિશપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.(૧.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here