વડાપ્રધાન મોદીએ ખેડૂતો-પશુપાલકોને સધ્ધર બનાવ્યા: રૂપાલા

વડાપ્રધાન મોદીએ ખેડૂતો-પશુપાલકોને સધ્ધર બનાવ્યા: રૂપાલા
વડાપ્રધાન મોદીએ ખેડૂતો-પશુપાલકોને સધ્ધર બનાવ્યા: રૂપાલા

રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પુરષોતમ રૂપાલાનો પત્રકારો સાથે વિશિષ્ઠ સંવાદ: 1 લાખ કરોડ રૂપિયાનું એગ્રી ઇન્ફ્રાટ્રકચર ફંડનું સર્જન વડાપ્રધાને કર્યુ
સર્વે સમાજને સાથે રાખી મોદીએ ગુજરાતનો અવાજ મજબૂત કર્યો છે
વડાપ્રધાન વિશ્ર્વ નેતા તરીકે ઉપસી રહયા છે એ ગૌરવ અને આનંદનો વિષય: મોદી સરકારની સિધ્ધીઓ સાથે વડાપ્રધાન પર પ્રશંસાના પુષ્પ વેરતા રૂપાલા(

રાજકોટ પાસે સ્વામીનારાયણ મંદિર સરધાર ખાતે પત્રકારો સાથે વાતચીત કરતા કેન્દ્રના ગ્રામ વિકાસ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરીષ્ઠ નેતા પરષોતમભાઇ રૂપાલાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભરપુર પ્રશંસા કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

અને જણાવ્યું હતું કે, ગુજરાત સહિત દેશના ખેડૂતો અને પશુ પાલકોને સધ્ધર બનાવી વડાપ્રધાન મોદીએ એમના જીવન બદલી નાખ્યા છે. સૌરાષ્ટ્રને સૌની યોજના અંતર્ગત અણીના સમયે પાણી પહોંચાડવામાં આવ્યું.

ગુજરાતમાં 4 કરોડથી વધુ લોકોને રસી અપાઇ છે. દેશમાં 55 કરોડ લોકોને રસી આપી દેવામાં આવી છે. રૂ.1 લાખ કરોડનું એગ્રી ઇન્ફ્રાટ્રકચર ફંડ રચીને વડાપ્રધાન મોદીએ જન કલ્યાણ યોજનાઓને જન જન સુધી પહોંચાડી છે.

સૌરાષ્ટ્રમાં જન આશીર્વાદ યાત્રાનું નેતૃત્વ કરી રહેલા કેન્દ્રીય મંત્રી રૂપાલાએ દર્શાવ્યું હતું કે, કોરોનાના કપરા કાળમાં લોકોને સુરક્ષીત રાખવા રાજય સરકાર અને કેન્દ્ર સરકારે પ્રસંસનીય કામગીરી કરી છે.

કોરોનાની શરૂઆતમાં આપણી પાસે એક પણ ટેસ્ટ લેબોરેટરી ન હતી. શરૂમાં માત્ર એક થઇ હતી તેના બદલે આજે 2 હજાર લેબોલેટરી બનાવી શકયા છીએ. પીપીઇ કીટ જોઇએ તેટલી બનાવી શકિએ છીએ એટલું જ નહીં અન્ય દેશોને પણ પુરી પાડી શકીએ છીએ.

આપણી એક લાઇન્સ ઇન્ડિયાએ 100થી વધુ દેશોમાં જીવન રક્ષક દવાઓ પહોંચાડવાનું પરાક્રમ કર્યુ છે. એટલે વડાપ્રધાન મોદીએ વિશ્ર્વમાં એવી શાખ ઉભી કરી છે કે, શંકટ સમયે માત્ર ભારત જ મદદ કરી શકે છે.

એ જ પ્રકારે અખાતના દેશોએ આપણને જરૂરીયાત હતી ત્યારે ઓક્સિજનની મદદ કરી હતી.રૂપાલાએ વડાપ્રધાનના વખાણ કરતા ઉર્મેયુ હતું કે, મારૂ એ શોભાગ્ય છે કે, મોદીજીના મંત્રી મંડળમાં કામ કરવાનો અવસર મળ્યો છે.

એમણે સર્વે સમાજને સાથે રાખી ગુજરાતની અવાજ મજબુત કરવાની તક આપી છે. ભાજપ સંગઠન અને સરકારે કોરોના કાળમાં જે રીતે પ્રજાના સેવાકીય કાર્યો કર્યા તેના કારણે જ આજે જન આશીર્વાદ યાત્રાને પ્રજાજનોએ ખુબ પ્રતિસાદ આપ્યો છે

અને આશીર્વાદ આપ્યા છે. એટલુ નહીં લોકોએ આગામી સમયમાં પણ ભાજપને સાથ આપવાનું વચન આ રીતે વ્યકત કર્યુ છે. જન યાત્રાઓનું અનોખુ યોગદાન જનસંઘથી લઇને ભાજપના સમય સુધીમાં રહયું છે.

ડો. મુરલી મનોહર જોષીની એકતા યાત્રા, એલ.કે.અડવાણીની રથયાત્રા અને વડાપ્રધાન મોદીની સ્વામી વિવેકાનંદ યુવા વિકાસ યાત્રા થકી વડાપ્રધાને યુવા અને સાચા જન સેવકોને પ્રજાની સેવા કરવાનો એક અનેરો અવસર પુરો પાડયો છે.

તેમણે રસીકરણના મામલે કહયું હતું કે, ગુજરાતમાં 4 કરોડ અને દેશમાં 55 કરોડ લોકોને રસી અપાઇ ગઇ છે. વિરોધીઓની ટીકા કરવામાં મને રસ નથી પણ લોકોને અપીલ કરૂ છું કે, જેમણે હજી રસી લીધી ન હોય તેઓ વહેલાસર લઇ લે.

તેમણે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઉલેખ કરતા જણાવ્યું હતું કે, એમ.એસ.પીનો નિર્ણય લઇને રાજય સરકાર સાથે મળી છેવાડાના ખેડૂત સુધી લાભ પહોંચે તેવો નિર્ણય કેન્દ્ર સરકારે કર્યો છે.

ખેડૂતોના જીવનમાં સુધારા લાવવા અને એમને મજબૂત કરવા કેટલીય યોજનાઓ જાહેર થઇ છે. વડાપ્રધાને 20 હજાર કરોડ રૂપિયાનું પેકેજ આપ્યું છે. ખેડૂતોને અત્યારે કેસીસી મળે છે,

અગાઉ 18% વ્યાજ પાક ધિરાણ લેતા ખેડૂતોને આજે ઝીરો ટકે પાક ધિરાણ મળે છે. આ માટે રૂપાલાએ રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનો આભાર માન્યો હતો. તેમણે ખેડૂતોની જેમ પશુ પાલકો માટેની કેસીસીનો નિર્ણય ઐતિહાસીક ગણાવ્યો હતો.

સાથે સાથે સમુદ્ર ખેડૂતોને પણ કેસીસીનો લાભ આપવાનો વડાપ્રધાને નિર્ણય લીધો છે આ તમામ પગલાની અસર ગ્રામ્ય જીવન પર થવાની છે અને તેઓ વધુ મજબુત બનશે. એમના જીવનમાં સુધારા આવશે.

Read About Weather here

પત્રકાર પરીષદમાં ગુજરાતના કૃષી મંત્રી આર.સી.ફળદુ, પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઇ બાવળીયા, ધનસુખ ભંડેરી, જીલ્લા ભાજપ પ્રમુખ ખાચરીયા, મહામંત્રી નાગદાન ચાવડા, ગ્રામ્ય ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, રાજુભાઇ ધ્રુવ અને ભાજપના પ્રેસ સંકલનકાર અરૂણ નિર્મલ વગેરે હાજર રહયા હતા.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here