ગુજરાતમાં ધનપતિ મિતલ 1 લાખ કરોડનું રોકાણ કરશે

ગુજરાતમાં ધનપતિ મિતલ 1 લાખ કરોડનું રોકાણ કરશે
ગુજરાતમાં ધનપતિ મિતલ 1 લાખ કરોડનું રોકાણ કરશે

મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે કંપનીના ચેરમેનની સુચક મુલાકાત
ગુજરાતમાં સુરત નજીક હજીરા ખાતે સ્ટીલ પ્લાન્ટ સહિતના પ્રોજેટકની ચર્ચા

વિશ્ર્વના ટોચના ધનપત્તિઓ પૈકીના એક ગણાતા અને આરસેલર મિતલ કંપનીના ચેરમેન લક્ષ્મી નિવાસ મિતલે ગુજરાતમાં રૂ.1 લાખ કરોડનું રોકાણ કરવાની જાહેરાત કરી હતી.

Visit Saurashtra Kranti Homepage here

સુરત પાસે હજીરા પ્લાન્ટના સ્ટીલ પ્લાન્ટના વિસ્તરણ માટે રૂ.50 હજાર કરોડનું રોકાણ કરવાની ચેરમેન મિતલે રાજય સરકારને ખાત્રી આપી હતી.ગાંધીનગર ખાતે ગઇકાલે ચેરમેન મિતલે મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુલાકાત લીધી હતી.

જેમાં ગુજરાતમાં સ્થપાનારા વિવિધ પ્રોજેટક અંગે અને થનારા રોકાણ અંગે મુખ્યમંત્રી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મુલાકાત સમયે આરસેલર મિતલના સીઇઓ અને નિપોન સ્ટિલ ઇન્ડિયાના વડા દિલીપ ઉમ્મેન પણ હાજર રહયા હતા.

ગુજરાતમાં સ્ટીલને માઇનીંગની આ મહાકાય વિશ્ર્વ સ્તરની પેઢી અલગ-અલગ પ્રોજેકટમાં રોકાણ કરશે.બેઠક દરમ્યાન લક્ષ્મી મિતલે હજીરાના સ્ટીલ પ્લાન્ટ માટે અને તેના વિસ્તરણ માટે રૂ.50 હજાર કરોડના રોકાણની ખાત્રી આપી હતી.

ગત 2019ની સાલમાં હજીરાનો આ સ્ટીલ પ્લાન્ટ મિતલની કંપનીએ એસઆર પાસેથી ખરીદી લીધો હતો. મિતલે ગુજરાતમાં સૌરઉર્જા, પવન ચકી અને હાઇડ્રોજન ગેસ ઉત્પાદનના પ્રોજેકટમાં બીજા રૂ.50 હજાર કરોડ રોકવાની પણ જાહેરાત કરી હતી.

Read About Weather here

આ રીતે ગુજરાતમાં હાઇડ્રોજન ગેસ અને રીન્યુએબલ એનર્જીના નવા પ્રોજેકટ માટેનો માર્ગ મોકળો થયો છે. મુખ્યમંત્રી રૂપાણીએ સરકાર તરફથી જરૂરી તમામ સહાય આપવાની ખાત્રી ઉચ્ચારી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here