રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાશે??

રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાશે??
રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બદલાશે??

કોંગ્રેસના નારાજ હોદ્ેદારો-આગેવાનો ‘આપ’માં જોડાશે?
શહેર કોંગ્રેસનું માળખું બદલવાની કોઇ જરૂર ન હોવાનું પ્રદેશ કોંગે્રસ પ્રમુખની સાફ વાત

રાજયની વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષોએ જોરશોરથી તૈયારી આદરી દિધી છે. ચૂંટણી પહેલા રાજકોટ જિલ્લા કોંગ્રેસનું માળખું મજબુત બનાવવા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના હોદ્ેદારો બદલાશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

થોડા દિવસ પહેલા રાજકોટ આવેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ મીડિયા સમક્ષ કહયું હતું કે, રાજકોટ શહેર કોંગ્રેસનું માળખું બદલાવવાની કોઇ જરૂર નથી, બધા સાથે મળીને સારી કામગીરી કરી રહયા છે.

પ્રદેશ કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવતા કાર્યક્રમોમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો-હોદ્ેદારોની પાંખી હાજરી જોવા મળતા પ્રદેશના નેતાઓ સમક્ષ અનેકવાર રજૂઆત થતા પ્રદેશના નેતાઓએ નોંધ લીધાનું ચર્ચાઇ રહયું છે.

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ વોરા સહિતના હોદ્ેદારોના રાજીનામા લઇ લેવામાં આવે અને નવા જિલ્લા પ્રમુખ સહિતના હોદ્ેદારોની નિમણૂંક કરાય તો નવાઇ નહીં.

કોંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવતા વિવિધ કાર્યક્રમોમાં જિલ્લા કોંગ્રેસના આગેવાનો-હોદ્ેદારોની પાંખી હાજરીની પ્રદેશ કોંગ્રેસે નોંધ લીધી હોવાનું જાણવા મળ્યું છે.

જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદથી પાર્ટીને ઘણું નુકશાન થઇ રહયું હોવાનું પ્રદેશ કોંગ્રેસ સમક્ષ અનેકવાર રજૂઆત થતા હવે આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઇ વોરા

સહિતના હોદ્ેદારોને બદલાવી નવા ચહેરાઓને સ્થાન અપાશે તેવી ચર્ચાઓ થઇ રહી છે.જિલ્લા કોંગ્રેસમાં જૂથવાદ અને સંગઠનના અભાવથી નારાજ હોદ્ેદારો અને આગેવાનોએ પ્રદેશ નેતાઓ સમક્ષ

અનેક વખત રજૂઆત કરાઇ હતી છતાં પ્રદેશના નેતાઓના પેટમાં પાણી હલતું ન હોય તેમ જિલ્લા કોંગ્રેસમાં કોઇ બદલાવ નહીં લાવવાથી કોંગ્રેસના આગેવાનો, હોદ્ેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં આમ

આદમી પાર્ટીમાં જોડાવવાની વાત જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસમાં જડમુળથી ફેરફારો કરવામાં આવશે તો ‘આપ’માં નહીં જોડાવાનું મન મનાવી લેતો નવાઇ નહીં.

Read About Weather here

આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા સહિતના હોદ્ેદારો બદલાશે કે કેમ? તે આવનારા દિવસોમાં જ ખબર પડશે, હિતેશ વોરાની કામગીરીથી કાર્યકર્તાઓમાં કોઇ નારાજગી જોવા મળી રહી નથી.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here