ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂ હેરાફેરી કરતા બેની ધરપકડ કરતી એલસીબી પોલીસ..

ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂ હેરાફેરી કરતા બેની ધરપકડ કરતી એલસીબી પોલીસ..
ટ્રકમાં ચોરખાનું બનાવી દારૂ હેરાફેરી કરતા બેની ધરપકડ કરતી એલસીબી પોલીસ..

દહેજ પોલીસ જોલવા ગામ નજીક ગેટનં. ૧ પર એલસીબી પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન એક રાજસ્થાની ટ્રક આવી હતી તેને રોકી બાતમીના આધારે તેની તલાસી લેતાં ટ્રકની પાછળના ભાગે ચોરખાનું બનાવી વિદેશી દારૂની પેટીઓ સંતાડેલી મળી આવતા પોલીસે ટ્રક ચાલક અને ક્લિનરને દારૂના જથ્થા સાથે પોણા ૧૮ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Read National News : Click Here

Read About Weather here

ચોર ખાનામાંથી પોલીસે અંદાજી ૭ લાખ ૫૧ હજાર ૬૪૦નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં ચાલક અને બન્નેની પૂછપરછ કરતા બંનેએ પોતાની ઓળખ આપી હતી. જેમાં એક ભેરૂ રામચંદ્ર જાટ અને કિશન કાલુલાલ જાટ હોવાનું અને બંને રાજસ્થાનના રહેવાસી હોવાનું જણાવતાં પોલીસે મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી હતી.