ભાજપની ‘જન આશીર્વાદ યાત્રા’ એટલે સરકારી મશીનરીનો બેફામ દૂરઉપયોગ

ભાજપની ‘જન આશીર્વાદ યાત્રા’ એટલે સરકારી મશીનરીનો બેફામ દૂરઉપયોગ
ભાજપની ‘જન આશીર્વાદ યાત્રા’ એટલે સરકારી મશીનરીનો બેફામ દૂરઉપયોગ

પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલાનો આક્ષેપ
રાજ્યની દરેક ગૃહિણીનું રસોડાનું બજેટ ખોરવાયું છે. એવા સમયે ભાજપનાં આગેવાનો ક્યાં મોઢે જન આશીર્વાદ મેળવવા નિકળ્યા છે?: ગાયત્રીબા

ભાજપની જન આશિર્વાદ યાત્રા એટલે સતાનો ભપકો, સરકારી તંત્રનો, સરકારી મશીનરીનો બેફામ દૂર ઉપયોગ હોવાનો આક્ષેપ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસનાં પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ કર્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે વધુમાં જણાવ્યું છે કે, ભા.જ.પ ની જન આશીર્વાદ યાત્રા એટલે સતાનો ભપકો. સરકારી તંત્રનો, સરકારી મશીનરીનો બેફામ દૂર ઉપયોગ, કોવિડ- 19 નાં નિયમો કેન્દ્રીય આરોગ્ય મંત્રીની હાજરીમાં ધજીયા ઉડતા હોય તે પ્રકારનાં કાર્યક્રમો,

પ્રજાના પ્રશ્ર્ને અવાજ ઉઠાવતા વિપક્ષને જેલમાં ધકેલતી પોલીસ અને વહીવટી તંત્ર ભાજપ સરકાર સામે કાયદાકીય પગલાઓ ભરવામાં ફરી એકવાર લાચાર સાબિત થઇ.
કોરોના કાળમાં હોસ્પિટલોમાં જગ્યા

મેળવવા માટે વેન્ટીલેટરો સાથેનાં બેડ મેળવવા માટે, રેમડેસીવીર ઇન્જેકશનો, ઓક્સિજન સહિતની સુવિધાઓ માટે સમગ્ર રાજ્યમાં લોકો સતત લાઈન લગાવી ઉભેલા જોવા મળ્યા હતા અને સરકારી તંત્રની બેદરકારીનાં કારણે સમગ્ર રાજ્યમાં અનેક લોકોએ પોતાના વ્હાલસોયા પરિવારનાં ગુમાવ્યાનો ગમ છે.

ત્યારે પ્રજાનાં રોષમાં ગુજરાત સરકારની ભૂમિકા સામે સવાલો ઉઠતા કેન્દ્રીય મંત્રીઓનું આખું ઘટક ભાજપ નાં પ્રચાર અર્થે ગુજરાતમાં ઉતારવામાં આવ્યું છે! અને આ જન આશીર્વાદ યાત્રાએ માત્ર ભાજપ નાં કાર્યકરો

અને તેની ભગીની સંસ્થાઓ દ્વારા ઠેર-ઠેર સતાનો ભપકો ઉભો કરી સરકારી તંત્ર પાસે પ્રસાર-પ્રચારનાં સાહિત્ય સહિતની કામગીરી કરાવવામાં આવી રહી છે. શહેરનું પોલીસ તંત્ર અને સમગ્ર વહીવટી તંત્ર છાશવારે આમ પ્રજાને નિયમો દેખાડી ગુન્હાઓ દાખલ કરે છે.

તોતિંગ દંડ વસુલે છે. પરંતુ આજે આ આશીર્વાદ યાત્રામાં કોવિડનાં નિયમો પળાવવામાં વામળુ પુરવાર થયું છે. તેવો આક્ષેપ કર્યો છે. સમગ્ર રાજ્યની જનતા ભયંકર મોંઘવારીનાં મારથી પીડાઈ રહી છે.

યુવાનો રોજગારીની તકો ગુમાવી રહ્યા છે. નાના-ઉદ્યોગો પડી ભાંગ્યા છે. જીવન જરૂરી ચીજવસ્તુઓ, પેટ્રોલીયમ પેદાશો, ગેસ સીલીન્ડર, સી.એન.જી તેમજ શિક્ષણની તોતિંગ ફી તોડી નાખી છે.

રાજ્યની દરેક ગૃહિણીનું રસોડાનું બજેટ ખોરવાયું છે. એવા સમયે ભાજપ નાં આગેવાનો ક્યાં મોઢે જન આશીર્વાદ મેળવવા નિકળ્યા છે. સાચા જન આશિર્વાદ મેળવવા હોય તો મોંઘવારી ઓછી કરો.

સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીની શિક્ષણની ફી માફ કરી. સામાન્ય અને ગરીબ માણસને તેના બેંક ખાતામાં સીધી જ આર્થિક સહાય મળી રહે તેવા પગલાઓ ભરો. કોરોના મહામારી સમયે પોતાના સ્વજનો ગુમાવનાર રાજ્યના અંદાજીત બે લાખથી ઉપરનાં લોકોને રૂપિયા ચાર

લાખની આર્થિક સહાય આપો. કોરોના સમયે ખાનગી હોસ્પિટલોમાં સારવાર મેળવનાર દરેક દર્દીને ખાનગી હોસ્પિટલનું તોતિંગ બીલ જે આપવામાં આવ્યું હતું.

Read About Weather here

તેવા તમામ કોવિડ સેન્ટરોનાં આવા બીલો સરકાર દ્વારા ચુકવવામાં આવે. તેમ ગાયત્રીબા વાઘેલાએ સરકાર પર આકરા પ્રહારો કરી આક્ષેપો કર્યા હતા.(1.12)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here