વકીલબંધુ અને પરિવારજનો પર હુમલામાં 4ની ધરપકડ: ચાર જણા સામે વળતી ફરિયાદ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

કેવડાવાડીના મનિષની ફરિયાદ પરથી એડવોકેટ કલ્પેશ મૈયડ, આશિષ, મોહિત અને મનિષ મૈયડ સામે ગુનો

કેવડાવાડી-6માં રહેતાં એડવોકેટ બંધુ સહિત ઘરના સાત લોકો પર નિતીન મેવાડા સહિતની ટોળકીએ ધારીયા-ધોકાથી હુમલો કરી ઇજાઓ કર્યાની ફરિયાદ બાદ ભકિતનગર પોલીસે ચાર આરોપઓની ધરપકડ કરી લીધી છે.

Visit Saurashtra Kranti Homepage here

બીજી તરફ એડવોકેટ સહિત પાંચ સામે વળતી ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ઘર પાસે ગાળો બોલતાં બે શખ્સો લાલો અને બંટીને દુર જવાનું કહેતાં આ બંનેએ વકિલ કલ્પેશભાઇ બટુકભાઇ મૈયડ સાથે માથાકુટ કરી હતી.

એ પછી બીજા આઠ જણાને સાથે લાવી ટોળકી રચી હુમલો કરતાં વકિલ કલ્પેશભાઇ, તેમના ભાઇ મનોજભાઇ, માતા, કાકા, કોૈટુંબીક ભાઇઓ સહિત સાત ઘાયલ થયા હતાં.

આ બનાવમાં પોલીસે એડવોકેટ કલ્પેશભાઇ મૈયડની ફરિયાદ પરથી કેવડાવાડી વિસ્તારના નિતીન મેવાડા, રાહુલ મેવાડા, મુન્નો ચાવડા, ચીકુડો મેવાડા, દીપો મેવાડા, બંટી લોહાણા, લાલો તથા નિતીન મેવાડાના

બે ભાઇઓ સામે આઇપીસી 325, 324, 323, 504, 114, 143, 147, 148, 149, 135 (1) મુજબ ગેરકાયદે મંડળી રચી હુમલો કરવા અંગે ગુનો નોંધ્યો હતો.

પીઆઇ જે. ડી. ઝાલાની રાહબરીમાં પીએસઆઇ આર. એન. હાથલીયા, પ્રવિણભાઇ સહિતે તપાસ શરૂ કરી મનિષ ઉર્ફ મુન્નો ધનાભાઇ મેવાડા, અજય ઉર્ફ ચીકુડો ભૂપતભાઇ મેવાડા અને મોહિત ઉર્ફ બંટી કિશોરભાઇ હીન્ડોરાની ધરપકડ કરી છે.

દરમિયાન મનિષ ઉર્ફ મુન્નો મેવાડા (ઉ.વ.44-ધંધો પાનની કેબીન, રહે. કેવડાવાડી-6, ખોડિયાર કૃપા)એ પણ વળતી ફરિયાદ નોંધાવતાં પોલીસે એડવોકેટ કલ્પેશભાઇ મૈયડ, મનિષભાઇ મૈયડ, મોહિત મૈયડ અને આશિષ મૈયડ સામે

Read About Weather here

આઇપીસી 324, 504, 114, 135 (1) મુજબ ગુનો નોંધ્યો છે. મનિષે ફરિયાદમાં જણાવ્યું છે કે તે અને લાલો ઘર નજીક છોકરાઓ દેકારો કરતાં તે બાબતે વચ્ચે સમજાવવા જતાં આશિષ સહિત ચારેયે ગાળો દઇ ધોકાથી હુમલો કરી માર માર્યો હતો. (4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here