વિરપુર સ્વામિનારાયણ મંદિરમાં ખેડૂતો અને સંતોની 12 કલાક અખંડ ધૂન

વિરપુર સ્વામિનારાયણ મંદિરમાં ખેડૂતો અને સંતોની 12 કલાક અખંડ ધૂન
વિરપુર સ્વામિનારાયણ મંદિરમાં ખેડૂતો અને સંતોની 12 કલાક અખંડ ધૂન

વરસાદ ખેંચાતા ધરતીપુત્રો ચિંતિત, વરૂણદેવને રીઝવવા
વરસાદને આતુરતાથી રાહ જોતા ‘ધરતી પુત્રો’

ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાયો છે. ત્યારે ખેડૂતોએ વાવેલા પાક સુકાવા લાગ્યા છે. જેને લઈને ધરતીપુત્રો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યાં છે. પરંતુ ગત વર્ષ કરતા સાવ નહિવત વરસાદ વરસ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

આથી મેઘરાજાને મનાવવા વીરપુરમાં સ્વામિનારાયણ મંદિર ખાતે ખેડૂતો, હરિભક્તો અને સંતો દ્વ્રારા શ્રાવણી જલઝીણી અગિયારસના પાવન દિવસે ભગવાન સ્વામિનારાયણની અખંડ 12 કલાકની ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે.

ખેડૂતોએ સ્વામિનારાયણ ભગવાન સમક્ષ ધૂન બોલી પોતાના ખેતરોમાં વાવેલા પાક પર મેઘરાજા વહેલી તકે વરસાદ વરસાવે તેવી પ્રાર્થના કરી હતી. રસીકભાઇ ડોબરીયા નામના ખેડૂતે જણાવ્યું હતું કે,

ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે, વહેલામાં વહેલી તકે વરસાદ વરસાવે તો ખેડૂતોને રાહત મળે. પાક સૂકાવા લાગ્યા છે તો ભગવાન કૃપા વરસાવે તેવી પ્રાર્થના કરી રહ્યાં છીએ. આ અખંડ ધૂનમાં મોટી સંખ્યામાં ખેડૂતો અને હરિભક્તો ઉમટી પડ્યા હતા.

વિરપુર ગામ સહિત જ્યાં પણ વરસાદ નથી ત્યાં વરસાદ પડે, ખેડૂતો સુખી થાય, સમાજ સુખી થાય તે માટે 12 કલાકની અખંડ સ્વામિનારાયણ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.

Read About Weather here

સવારના 7થી સાંજના 7 વાગ્યા સુધી ધૂન રાખવામાં આવી હતી. કોરોના દૂર થાય અને વરસાદ થાય તેવા સમાજના હિત માટે આ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું.(1.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here