ધો. 12 પાસ મહિલા ગોરખધંધા ચલાવતી’તી: 30થી વધુ ગેરકાયદે પરીક્ષણનો પર્દાફાશ

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

શહેર પોલીસે વધુ એક વખત ગેરકાયદે ગર્ભપરીક્ષણના કારસ્તાનનો પર્દાફાશ કર્યો
મનપાના અધિકારીએ ફરિયાદ નોંધાવી: વાયરલેસ પ્રોબ અને આઇપેડ સાથેનું સોનોગ્રાફી મશીન કબ્જે
ક્લિનિક ચલાવની મહિલાની ધરપકડ: ગર્ભપરીક્ષણ માટે ગ્રાહકો શોધતી અને મકાન માલિક મહિલા ફરાર

રાજકોટમાં ધોરણ 12 પાસ મહિલા દ્વારા ચલાવવામાં આવતા ગર્ભપરીક્ષણના ગેરકાયદેસર કિલનિક ઉપર રાજકોટ શહેર એસ.ઓ.જીના મહિલા કોન્ટેબલ સહિતના સ્ટાફે ડમી ગ્રાહક બની દરોડો પાડ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ગર્ભપરીક્ષણના ગોરખધંધો કરનાર ત્યક્તાની ધરપકડ કરી ગર્ભપરીક્ષણનું મશીન અને સાધનો કબજે કર્યા હતા આ દરોડામાં ગર્ભપરીક્ષણ માટે ગ્રાહકો શોધી લાવતી અને જેના ઘરમાં આ ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ થતું હતું તે મહિલા ફરાર થઇ ગઈ હતી.પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે.

રાજકોટ રૈયા રોડ પરના કનૈયા ચોકમાં શિવપરા શેરી નંબર 5 શક્તિ કૃપા મકાનમાં રહેતી હેતલબા ઝાલાના મકાનમાં કોઠારિયા રોડ ઉપર રાધેશ્યામ સોસાયટીમાં કિરણભાઈ કોળીના મકાનમાં ભાડેથી રહેતી

સરોજ સુબ્રમણ્યમ ડોડિયા (ઉ.વ.35)નામની મહિલા ગેરકાયદે ક્લિનિક ચલાવી ગેરકાયદેસર ગર્ભપરીક્ષણ કરતી હોવાની માહિતી મળતાં એસ.ઓ.જીના સ્ટાફે આ ઓપરેશન પાર પાડવા એસ.ઓ.જીના મહિલા પોલીસ શાંતુબેન મુળિયાએ શિવપરા શેરી નંબર 5 શક્તિ કૃપા મકાનમાં રહેતી

હેતલબા ઝાલા મારફતે સરોજનો ટેલિફોનિક સંપર્ક કર્યો હતો અને પોતાને એક પુત્રી છે, અને હાલમાં સગર્ભા હોય પુત્ર ન હોય તો ગર્ભપાત કરાવવો છે, તેવી વાત કરી ગર્ભપરીક્ષણ કરાવવાનું કહેતા સરોજે રૂ.20 હજાર કહ્યા હતા અને રકઝકના

અંતે રૂ.18 હજારમાં સોદો નક્કી થયો હતો. સરોજ ડોડીયાએ ડમી પેશન્ટ બનેલા એસ.ઓ.જીના મહિલા કોન્ટેબલ શાંતુબેનને રાતે 9 વાગે પોતાની ક્લિનિકે બોલ્વાયા હતા.સરોજ ડોડિયાએ ડમી પેશન્ટ કોન્સ્ટેબલ શાંતુબેન અને ડમી ગ્રાહક તરીકે મહિલા કોન્ટેબના પતિ બનેલા

બન્નેને ક્લિનિકે બોલાવવાને બદલે રેસકોર્ષ મેદાનમાં બોલાવ્યા હતા, ત્યાં પહોંચ્યા બાદ શાંતુબેન પાસેથી રૂ.18 હજાર લીધા બાદ સરોજે મહિલા કોન્સ્ટેબલનો મોબાઇલ તેના કથિત પતિને આપી દીધો હતો

અને પોતાનો મોબાઇલ સ્વિચ ઓફ કરી દીધો હતો, જેથી પોલીસને તેનું લોકેશન મળે નહીં, આ ઉપરાંત સરોજે મહિલા કોન્ટેબલના પતિ બનેલા વ્યક્તિને સાથે લઇ જવાની ના પાડી એકલા શાંતુબેનને લઇને રવાના થઇ હતી.

ક્લીનીકે પહોચ્યા બાદ ડમી ગ્રાહક બનેલા શાંતુબેનનું પરીક્ષણ શરૂ કરતાં જ શાંતુબેને પોતાની પોલીસ તરીકેની ઓળખ આપતા સરોજ ભાગવા ગઇ હતી, ત્યારે મહિલા કોન્સ્ટેબલે તેને ઝડપી લીધી હતી.જયારે હેતલબા ઝાલા નાશી ગઈ હતી.

એસ.ઓ.જીના સ્ટાફે સ્થળ પરથી ગર્ભપરીક્ષણનું મશીન, દવા અને સાધનો સહિતનો મુદ્દામાલ જપ્ત કરી સરોજ ડોડિયાની ધરપકડ કરી હતી, એસ.ઓ.જીના સ્ટાફે કરેલી પુછપરછમાં સરોજ અગાઉ નર્સ તરીકે નોકરી કરતી હતી,

બાદમાં પોતે જ ગર્ભપરીક્ષણ કરવા લાગી હતી.સરોજ ડોડીયા કનૈયા ચોક વિસ્તારના હેતલબાના મકાનમાં ક્લિનીક ચલાવીને ગર્ભપરીક્ષણનો ગોરખ ધંધો કરતી હતી. પતિ સાથે છુટાછેડા થયા બાદ ત્યક્તા સરોજે કોઇપણ પ્રકારની તબીબી ડિગ્રી નહી હોવા

છતાં ગર્ભપરીક્ષણનું કામ શરૂ કરી દીધું હતું. પોતાના ગોરખધંધાનો પર્દાફાશ થાય નહી તે માટે ક્લિનીકે કોઇપણ પ્રકારનું બોર્ડ લગાવ્યું નહોતું એટલું જ નહી કોઇ અજાણી મહિલા સાથે આ અંગે વાતચીત પણ કરતી નહોતી,

તે હેતલબા તેમજ પરિચીતો મારફત જ તેણે પોતાનું નેટવર્ક ફેલાવ્યું હતું.અગાઉ જેટલી મહિલાઓનું ગર્ભપરીક્ષણ કર્યું હોય તેવી કોઇ વ્યક્તિની ભલામણ આવે તો જ સરોજ અજાણી મહિલા સાથે ગર્ભપરીક્ષણની વાતો કરતી હતી

Read About Weather here

અને અંતે ક્લિનીકે લઇ જઇ ગર્ભપરીક્ષણ કરી આપતી હતી.સરોજની સાથે મહિલા હેતલાબા સહિત કેટલાક શખ્સોની સંડોવણીની શંકાએ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.(4.4)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here