મહામારીમાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખનું વળતર કેમ આપતી નથી?: કોંગ્રેસ

મહામારીમાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખનું વળતર કેમ આપતી નથી?: કોંગ્રેસ
મહામારીમાં મૃત્યુ પામેલાના પરિવારને 4 લાખનું વળતર કેમ આપતી નથી?: કોંગ્રેસ

ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની રાહતોની લ્હાણી કરતી સરકાર
આવતીકાલે સ્વ.રાજીવ ગાંધીની 77મી જન્મજયંતિ, કોવિડ-19 ન્યાયયાત્રાનો પ્રારંભ, 1 મહિનો કાર્યક્રમ ચાલશે, શહેર કોંગ્રેસ દ્વારા શહેરના તમામ મૃતક પરિવારની મુલાકાત લેવામાં આવશે, પત્રિકા વિતરણ અને ઘર પર સ્ટીકર લગાડવામાં આવશે: અશોક ડાંગર

રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પીડિત પરિવારો વચ્ચે જવા આહવાન કરતા દેશભરમાં ‘કોવિડ-19 ન્યાય યાત્રા’નો કાર્યક્રમ ગુજરાતથી પ્રારંભ થશે.

Visit Saurashtra Kranti Homepage here

પત્રકાર પરિષદમાં માહિતી આપતા શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરએ જણાવ્યું હતું કે, કોવિડ-19 ન્યાય યાત્રામાં મુખ્ય ચાર માંગણીઓ જેમ કે, મૃતકના પરિવારને રૂ.4 લાખ વળતર,

સરકારી નોકરીમાં મૃત્યુ પામેલ હોય તો તેના ઘરમાંથી 1 સભ્યને નોકરી, ખાનગી હોસ્પિટલ સારવાર ખર્ચ પાછું આપવું અને અણઘડ વહીવટની ન્યાયિક તપાસની સરકાર સમક્ષ માંગણી કરવામાં આવશે.

કોરોના મહામારીમાં જ્યારે લોકોના કામ ધંધા બંધ હતાં, આવકો બંધ હતી ત્યારે પણ ઊંચા ટેક્સ વસૂલી લાખો કરોડોની કમાણી કરનારી સરકાર કોરોનાગ્રસ્ત લોકોને સારવાર આપવામાં, તેમના પરિજનોની પડખે ઉભી રહેવામાં દાનત અને સંવેદનશીલતાના અભાવે નિષ્ફળ રહી છે.

કોરોનાના કપરા સમયમાં લોકોને હોસ્પિટલમાં બેડ, ઇન્જેક્શન, ઓક્સિજન, વેન્ટીલેટર માટે કરગરતા અને હેરાન પરેશાન થતા જોયા છે. અને ગુજરાતમાં લોકો કોરોનાથી મૃત્યુ પામ્યા તેના કરતા વધારે સરકારની ગુનાહિત બેદરકારીથી મૃત્યુ પામ્યા છે. તેવો આક્ષેપ કર્યો હતો.

શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે રોજ સ્વ. રાજીવ ગાંધી ની 77મી જન્મજયંતિ એ પુષ્પાંજલિ અર્પણ કરી ને કોવિડ ન્યાયયાત્રા ની શરૂઆત કરવામાં આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ કોરોનાથી મૃત્યુ પામેલા પરિવારની મુલાકાત-કોરોનામાં 7 દિવસથી વધુ સમય જેમણે હોસ્પિટલ માં સારવાર લીધી છે

તેવા વ્યક્તિઓની મુલાકાત દ્વારા મૃતક પરિવારનાને મળી ને સાંત્વના પાઠવવામાં આવશે. એમને સારવાર દરમ્યાન શું શું તકલીફો આવી તેની માહિતી મેળવશે અને એક ફોર્મ ભરી મૃતક વ્યક્તિના ફોટા સહીત ની માહિતી એકત્રિત કરવામાં આવશે.

રાજકોટ શહેર ના તમામ મૃતક પરિવારોની મુલાકાત લઈ ને માહિતી એકત્રિત કરવામાં આવશે. રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આ કાર્યક્રમ 1 મહિના સુધી ચલાવવામાં આવશે અને રાજકોટ શહેર ના તમામ મૃતક પરિવારનો મુલાકાત લેવામાં આવશે

અને ઘરે ઘરે મુલાકાત દરમ્યાન પત્રિકા વિતરણ અને ઘર પર સ્ટીકર લગાડવામાં આવશે. શહેર કોંગ્રેસ પ્રમુખ અશોકભાઈ ડાંગર, કાર્યકારી પ્રમુખ પ્રદીપભાઈ ત્રિવેદી, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા,

Read About Weather here

પૂર્વ વિપક્ષીનેતા વશરામભાઈ સાગઠીયા, પ્રદેશ આગેવાન જસવંતસિંહ ભટ્ટી, દિનેશભાઈ મકવાણા, રહીમભાઈ સોરા અને અશોકસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા તેવું કોંગ્રેસ કાર્યાલય મંત્રી ગોપાલ મોરવાડિયાની યાદીમાં જણાવાયું છે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here