રાજકોટમાં તરૂણી પર દુષ્કર્મના કેસમાં આરોપીને 12 વર્ષની સખત કેદની સજા, રૂ.1 લાખનો દંડ ફટકારતી પોકસો કોર્ટ

રાજકોટમાં તરૂણી પર દુષ્કર્મના કેસમાં આરોપીને 12 વર્ષની સખત કેદની સજા, રૂ.1 લાખનો દંડ ફટકારતી પોકસો કોર્ટ
રાજકોટમાં તરૂણી પર દુષ્કર્મના કેસમાં આરોપીને 12 વર્ષની સખત કેદની સજા, રૂ.1 લાખનો દંડ ફટકારતી પોકસો કોર્ટ

તરૂણીને લગ્નની લાલચ આપી પરપ્રાંતીય શખ્સ ભગાડી ગયો હતો: દાખલા રૂપ ચુકાદો

રાજકોટના નવી ઘાંચીવાડ વિસ્તારમાં 14 વર્ષની વયની તરૂણીને લગ્નની લાલચ આપી ભગાડી જઇ દુષ્કર્મ આચરવાના ગુન્હા સબબ ઝડપાયેલા આરોપી સામેનો કેસ ચાલી જતા પોકસોની સ્પેશીયલ કોર્ટ દ્વારા આરોપીને 12 વર્ષની કેદની સજા ફટકારી હતી અને રૂ.1 લાખનો દંડ પણ ફટકારતો દાખલા રૂપ ચુકાદો આપ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

આ કેસની વિગત એવી છે કે, નવી ઘાંચીવાડમાં રહેતી તરૂણીને મુળ ઉત્તર પ્રદેશનો શાહબુદીન અલ્વી લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો. અલગ-અલગ શહેરમાં લઇ જઇ વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.

આ અંગેનો કેસ પોકસો સ્પેશીયલ કોર્ટમાં ચાલ્યો હતો. સરકારી વકીલ આબીદ સોસને સરકાર પક્ષે આસરે 17 દસ્તાવેજ પુરાવા રજૂ કર્યા હતા. કેસ દરમ્યાન 12 સાહેબોને ચકાસવામાં આવ્યા હતા.

મહત્વના સાહેદે બનાવને સમર્થન આપ્યું હતું અને પીડિત તરૂણ સાથે દુષકૃત્ય થયાના દસ્તાવેજ પુરાવાથી સમર્થન મળ્યું હતું. મેડિકલ રીપોર્ટ અને એફએસએલ રીપોર્ટ પણ દુષ્કૃત્યને થયાનું પુરવાર કરતા હતા.

આ કેસમાં સરકારી વકીલ આબીદ સોસને વિગતવાર આધાર પુરાવા સાથે ધારદાર દલીલો કરી હતી અને આરોપી પરિણીત હોય અને ભોગ બનનાર સગીર હોવાથી સમાજ વિરોધી કૃત્યને હળવાશથી ન લેવાની કોર્ટમાં દલીલો કરી હતી.

Read About Weather here

દલીલો અને પુરાવાને ધ્યાનમાં લઇને ત્રીજા એડિશનલ સેશન જજ અને સ્પે. પોકસો જજ ડિ.એ.વોરાએ કેસના આરોપી શાહબુદીન અલ્વીને તકસીરવાન ઠરાવી અલગ-અલગ ગુન્હાઓમાં મળીને કુલ 12 વર્ષની સખત કેસની સજા ફટકારી હતી અને રૂ.1 લાખનો દડ પણ ફટકાર્યો હતો.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here