ધો-૧૨ સાયન્સ- કોમર્સમાં ઝળહળતી સફળતા મેળવતી

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

દીકરાનું ઘર પરીવારની તેજસ્વી છાત્રાઓનું સન્માન

દીકરાનું ઘર શ્રાવણ માસમાં વનભોજન તેમજ મહાઆરતીનું આયોજન

દીકરાનું ઘર દ્વારા સમયાંતરે અવનવા પ્રકલ્પો થતા રહે છે. દીકરાનું ઘર પરીવારના કોઈપણ કાર્યકર્તાઓ અનેરી સિદ્ધિ મેળવે તો તેમને બીરદાવવામાં આવે છે. તાજેતરમાં જ ધો.૧૨ સાયન્સ- કોમર્સનું પરિણામ જાહેર થયું.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં દીકરાનું ઘર પરિવારની લાડકી દીકરી કૃપાલી આશીષ વોરા સમગ્ર રાજયમાં ૯૯.૯૯ પી.આર. સાથે બોર્ડમાં પ્રથમ સ્થાન મેળવી અનેરી સિદ્ધિ હાંસલ કરી છે અને પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ ઉપરાંત ધો.૧૨ સાયન્સના બી-ગ્રુપમાં અભ્યાસ કરતી કુ.દ્રષ્ટિ શૈલેષ દવે એ ૯૯.૬૫ પી.આર. મેળવી ઝળહળતી સફળતા મેળવી છે.

દીકરાનું ઘર પરિવારની વધુ ત્રણ દીકરીઓ કુ.સુહાની પ્રોશભાઈ પટેલ ૯૯.૬૫ પી.આર. સાથે, કુ.મહિમા સુનીલ વોરા ૯૯.૪૫ પી.આર. સાથે તેમજ આઈ.સી.એસ.ઈ. બોર્ડમાં અભ્યાસ કરતી કુ.ધ્રુવી હરેશભાઈ પરસાણાએ ૮૭.00 % સાથે ઝળહળતી સફળતા મેળવી છે.

તાજેતરમાં દીકરીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો.વિજય દેસાણી, જાણીતા ઉદ્યોગપતિ રસીકભાઈ ગોંડલીયા, ખોડલધામના ટ્રસ્ટી ચીમનભાઈ હપાણી, ભવાની ઈન્ડસ્ટ્રીઝના સંચાલક સુરેશભાઈ નંદવાણા, જાણીતા ઉદ્યોપતિ વલ્લભભાઈ સતાણી, ટર્બો બેરિંગ પ્રા.લિ. ના ચેરમેન પ્રતાપભાઈ પટેલ દ્વારા સન્માન કરાયું હતું. ઉપરાંત દીકરાનું ઘર દ્વારા શ્રાવણ માસમાં વન ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં દીકરાનું ઘર નું વિશાળ પરિવાર આગામી તા.૨૧ ને શનિવારના રોજ સાંજે ૪ થી રાત્રીના ૯ સુધી નવા રીંગ રોડ ઉપર આવેલ પ્રતાપભાઈ પટેલના ટર્બો ફાર્મ હાઉસમાં વન ભોજન કરશે તેમજ ભકિત સંગીતનો અનેરો કાર્યક્રમ યોજાશે.

તેમજ આગામી તા.૨૩ ના રોજ દીકરાનું ઘર ના પરિસરમાં ભૂદેવોની ઉપસ્થિતિમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે ૫૧ કપલ દ્વારા મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના શ્રેષ્ઠીઓ ભાગ લેનારા છે.

Read About Weather here

દીકરાનું ઘરને રંગબેરંગી લાઈટો, શીરીષ, રંગોળીથી સુશોભિત કરાશે. આ દિવસે કલાત્મક હિંડોળા દર્શનનો લાભ પણ ભાવિકોને મળનાર છે. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here