રામેશ્વર મહિલા મંડળ દ્વારા 3 ગૌશાળાની ગાયો માટે લાડવા બનાવાયા

શનિવારે સાંજે 5 કલાકે સત્યનારાયણની સામુહિક કથામાં ભાગ લેવા ધર્મપ્રેમીઓને અનુરોધ

રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડનં. 10 જાગૃત નાગરિક મંડળ, મહિલા સત્સંગ મંડળનાં ઉપક્રમે મહાદેવધામમાં ત્રણ ગૌશાળાની ગાયો માટે લાડવા બનાવી પ્રાણીમાત્રનું કલ્યાણ સુત્ર સાર્થક કરવામાં આવ્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

ગૌશાળા માટે લાડવા બનાવવાની પ્રેરણા સ્ત્રોત જ્યોતિબેન પુજારાએ મહિલા મંડળના તમામ બહેનો, સહયોગી દાતાઓનો આભાર માની શ્રાવણ માસ દરમ્યાન ક્રમિક ગૌશાળા માટે લાડવા બનાવવામાં આવશે. તેમ જણાવ્યું હતું.

ગૌશાળા માટે લાડવા બનાવવામાં મુખ્ય મહિલા મંડળ જ્યોતિબેન પુજારા, શોભનાબેન ભાણવડિયા, હંસાબેન ચુડાસમા, ભારતીબેન ગંગદેવ, વાસંતીબેન દવે, આશાબેન મજેઠીયા, પ્રફુલ્લાબેન બોરીચા, શોભનાબેન જોઢંગીયા, હર્ષાબેન ચોટાઈ, હીરાબેન બારોટ, પ્રફુલ્લાબેન દવે, પ્રતિભાબેન પંડિત, દિવ્યાબેન, ભક્તિબેન, યશોધરાબેન સહિત મહિલા સદસ્યોએ ભાગ લઈ સરાહનીય કાર્ય કર્યું હતું.

Read About Weather here

મંદિરના સૂહવ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે હિંડોળા અને મહાદેવધામમાં આગામી તા.21 એ સાંજે 5 કલાકે સત્યનારાયણની સામુહિક કથામાં ભાગ લેવા, કથાનું રસપાન સાંભળવા ધર્મપ્રેમીઓને અનુરોધ કર્યો હતો. આગામી નવરાત્રિ મહોત્સવ સંબંધી મિટીંગની જાહેરાત કરવામાં આવી હતી. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here