ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની વાર્ષિક સાધારણ સભા યોજાઈ

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

સંતોષ ટ્રોફી રાજકોટમાં રમાય તેવી માંગણી કરતા ઉપપ્રમુખ ડેલાવાળા

ગત તા.૧૫ ને રવિવારનાં રોજ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશનની વાર્ષિક સાધારણ સભા અમદાવાદ મુકામે હોટલ કોર્ટયાર્ડ મેરીટમાં પ્રમુખ પરિમલભાઈ નથવાણીનાં અધ્યક્ષ સ્થાને યોજાયેલ.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં ગુજરાતના 28 જીલ્લાના પ્રતિનિધિ ઉપસ્થિત રહેલ. મીટીંગની અંદર ૪ વર્ષના ઓડીટ હિસાબો રજુ કરેલ અને નવા વર્ષના હોદેદારોની જાહેરાત કરવામાં આવેલ. તેમજ અન્ય ઉપપ્રમુખ અને જોઈન્ટ સેક્રેટરીની પણ જાહેરાત કરવામાં આવેલ.

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસીએશનમાં રાજકોટ ફૂટબોલ એસોસીએશનમાં રાજકોટના ગણનાપાત્ર હોદેદારો પ્રતિનિધિત્વ મળેલ. જેમાં રાફેલ ડાભી ગુજરાતના બોયઝ સીનીયર સીલેકટર, જયેશભાઈ કનોજીયા બોયઝ જુનીયર સિલેકટર અને રોહિતભાઈ બુંદેલા રેફરી કમિટીના ચેરમેન તથા એકઝીક્યુટીવનાં મેમ્બર આ બધાની નિમણુંક થયેલ.

આ મીટીંગની અંદર કોરોના હળવો થયા બાદ સમગ્ર ગુજરાતની ફૂટબોલ રમતની સ્પર્ધા માટે નક્કી કરેલ છે. મીટીંગની અંદર ગુણવંતભાઈ ડેલાવાળાએ સંતોષ ટ્રોફી રાજકોટમાં રમાઈ તેવી માંગણી કરેલ છે. તેમ યાદીમાં જણાવાયું છે.(૬.૧૨)

Read About Weather here

  • ગુજરાત ફૂટબોલ એસોસીએશનનાં હોદેદારો: 4 વર્ષ માટે

પ્રમુખ–  પરિમલભાઈ નથવાણી (રિલાયન્સ ગ્રુપ)- અમદાવાદ

ઉપ પ્રમુખ– ગુણવંતભાઈ ડેલાવાળા (સરગમ ક્લબ)- રાજકોટ

મંત્રી–  મુળરાજસિંહ ચુડાસમા (ભાવનગર)

ખજાનચી–  મયંકભાઈ બુચ (ભરૂચ)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here