પમ્પિંગ સ્ટેશન અને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત લેતા મ્યુ.કમિશનર

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ


રાજકોટ મનપાના કમિશનર અમિત અરોરાએ મોરબી રોડ પર આવેલા હડાળા સ્થિત નર્મદા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી. આ ઉપરાંત તેમણે બેડી વોટર પમ્પિંગ સ્ટેશન અને ગૌરીદળ સ્થિત સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત લઈ કામગીરી નિહાળી હતી.

Visit Saurashtra Kranti Homepage here


અહીં એ ઉલ્લેખ કરવો રહયો કે, હડાળા પમ્પિંગ સ્ટેશનનું સંચાલન ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા કરવામાં આવી રહયું છે. એન.સી.-32 અને 33 (ઢાંકી, દુધરેજ અને વાંકાનેર રૂટથી) મારફત દરરોજ 300 થી 310 એમ.એલ.ડી. નર્મદાના નીર હડાળા પમ્પિંગ સ્ટેશન ખાતે પહોંચે છે. જ્યાંથી રાજકોટ માટે બેડી ફિલ્ટર પ્લાન્ટ પર રોજ 58 એમ.એલ.ડી. પાણી આપવામાં આવે છે.


મ્યુનિ. કમિશનર અમિત અરોરા અને સંબંધિત અધિકારીઓએ હડાળા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત બાદ બેડી ખાતે સ્થિત ફિલ્ટર પ્લાન્ટ અને ત્યાંથી પછી ગૌરીદળ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત પણ લીધી હતી, જ્યાં જળ શુદ્ધિકરણની પ્રક્રિયા નિહાળી તે સંબંધી માહિતી પ્રાપ્ત કરી કામગીરીની સમીક્ષા કરી હતી.

Read About Weather here

મ્યુનિ. કમિશનરની આ સાઈટ વિઝિટ દરમ્યાન એડી. સિટી એન્જી. એમ.આર. કામલિયા, ડેપ્યુટી એન્જિનિયરો વી.એચ. ઉમટ, અશોક પરમાર તથા એચ.એન.શેઠ અને પી.એ.(ટેક) ટુ કમિશનર રસિક રૈયાણી હાજર રહયા હતાં.(4.16)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here