રાજકોટ ખાતે ‘નેશનલ લાઈબ્રેરીયન ડે’ ની ભવ્ય ઉજવણી

રાજકોટ ખાતે ‘નેશનલ લાઈબ્રેરીયન ડે’ ની ભવ્ય ઉજવણી
રાજકોટ ખાતે ‘નેશનલ લાઈબ્રેરીયન ડે’ ની ભવ્ય ઉજવણી

લાઈબ્રેરી એસોસીએશન ગુજરાત દ્વારા
ડો. રાજેશ ત્રિવેદી દ્વારા ગ્રંથાલયના પાંચ સુત્રોની સાર્થકતા વિશે વ્યાખ્યાન અપાયું

લાયબ્રેરી એસોસીએશન ગુજરાત દ્વારા ગત તા.12 ના રોજ લાયબ્રેરીયન ડે ની ઉમંગભેર ઉજવણી ભારત સેવક સમાજ -રેસકોર્ષ, રાજકોટ ખાતે કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

જેમાં બહોળી સંખ્યામાં લાયબ્રેરીયન ડે અને લાયબ્રેરી પ્રશિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.જેમાં લાયબ્રેરી સાયન્સ સાથે જોડાયેલ તજજ્ઞો દ્વારા વિચારોનું આદાન-પ્રદાન કરવામાં આવેલ. ડો. રાજેશ ત્રિવેદી દ્વારા

ગ્રંથાલયના પાંચ સુત્રોની સાર્થકતા વિશે વ્યાખ્યાન અપાયું હતું. જયારે ડો. તેજસ શાહ દ્વારા આધુનિક સમયમાં લાયબ્રેરીનો ઉપયોગ કઈ રીતે થઇ શકે તેના વિચારો અપાય હતા.

તેમજ પ્રીતીબેન પરમારે ગ્રંથાલયમાં થતી ઈત્તર પ્રવૃત્તિ વિષે સમજ આપી હતી અને ડો. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનીવર્સીટીના રીજીયોનલ આસી.

ડાયરેક્ટર પુલકેશભાઈ જાની પણ ઉપસ્થિત રહીને માર્ગદર્શન આપ્યું હતું.

Read About Weather here

આ તકે લાયબ્રેરી એસોસીએશનના પ્રમુખ પ્રો. દિલીપભાઈ ભટ્ટે આ કાર્યક્રમને સમાપન કર્યો હતો અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. વર્ષા જોશી દ્વારા કરવામાં આવેલ. (6.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here