અકસ્માત કેસમાં અસાધારણ ચુકાદો…!

ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ
ખંભાત અને હિંમતનગરમાં સજ્જડ બંદોબસ્ત વચ્ચે શાંતિ

અકસ્માત વળતરના કેસોમાં સીરમોર અને અસાધારણ ગણાય એવો નોંધપાત્ર ચુકાદો આપતા રાજકોટની સ્પેશીયલ એકસીડન્ટ કલેઇમ કોર્ટે ફરીયાદીને રૂ.42 લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો. ન્યાય તંત્રમાં આ ચુકાદાને ખુબ જ મહત્વનો અને દુરગામી અસરો ધરાવતો ગણાવવામાં આવે છે.


સમગ્ર કેસની હકીકત છે કે, ધ્રોલ તાલુકાના લતીપર ગામના યુવાન મયુરભાઇ યોગેશભાઇ ચભાડીયાનું રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર કુવાડવા પાસે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. એમનો પરીવાર ધ્રોલ તાલુકાના લતીપુર પાસેના લાલપુર ગામે રહે છે.

Visit Saurashtra Kranti Homepage here

મરનારના વારસદારના દરજે યોગેશભાઇ રામજીભાઇ ચભાડીયા અને દિવાળીબેન યોગેશભાઇ ચભાડીયાએ એમના પુત્રનું 26 ડિસેમ્બરે સવારે 9:30 વાગ્યે નવાગામ પાસે પટેલ વિહાર રેસ્ટોરન્ટની સામે અકસ્માતમાં મૃત્યુ થતાં વળતરનો કેસ કર્યો હતો. રોંગ સાઇડમાં ચડી આવેલા ડમ્પરે મોટરસાઇકલ પર જતા મયુર ચભાડીયાને ઠોકર મારતા યુવાનનું ગંભીર ઇજાને કારણે રાજકોટ હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ થયું હતું.


મૃતક યુવાનના માતા-પિતાએ રાજકોટની અદાલતમાં કલેઇમ કેસ દાખલ કરી વળતર માગ્યું હતું. અરજદારના વકીલની ધારદાર રજૂઆતોને ધ્યાનમાં લઇ રાજકોટના એડિસનલ સેસ્નસ જજે મૃતકના વારસદાર તરીકે માતા-પિતાને રૂ.42 લાખનું વળતર ચુકવવાનો હુકમ કર્યો હતો.

આ કેસમાં અરજદાર તરફથી વકિલ તરીકે રાજકોટના રમેશ યુ. પટેલ, મુકતા આર.પટેલ, કેવિન એમ. ભંડેરી, રણજીત બી. મકવાણા, એલ.બી.સાવલીયા અને હર્ષા વી. ભંડેરી એડવોકેટ તરીકે રોકાયા હતા.

Read About Weather here

વળતરના આ ચુકાદાને ન્યાય ક્ષેત્રમાં અનોખો, અસાધારણ અને મહત્વનો માનવામાં આવે છે. સૌરાષ્ટ્રમાં ડમ્પરો અને ટ્રક મોટા ભાગના અકસ્માતો સર્જવા પાછળ કારણભૂત હોય છે. આ ચૂકાદો ડમ્પરના માલિકોમાં થોડી શાનભાન પેદા કરશે એવી આશા છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here