મેઘરાજા અંતે અનલોક

મેઘરાજા અંતે અનલોક
મેઘરાજા અંતે અનલોક

અમદાવાદ, ડાંગમાં ધોધમાર વરસાદ: ચોમાસુ જામવાની આશા

બંગાળની ખાડી પર નવું લો પ્રેશર સર્જાતા સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી

અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર વગેરે સ્થળે વરસાદથી જળબંબાકાર

અનેક વિસ્તારોમાં વરસાદને કારણે રસ્તાની પોલ ખુલી, ઠેરઠેર ખાડા પડયા

ખેડૂતોનાં જીવમાં જીવ આવ્યો, હજુ રાજયમાં 46% વરસાદની ઘટ

જૂલાઇમાં હાઉકલી કરી ગયા બાદ છેલ્લા ત્રણ કે ચાર અઠવાડીયાથી રીસાયેલા મેઘરાજા થોડા અનલોક થયા હોય તેમ આજે સવારથી ગુજરાતનાં વાતાવરણમાં પલટો આવ્યો છે અને અમદાવાદ, ગાંધીનગર, છોટાઉદેપુર જેવા શહેરો અને ડાંગમાં ધોધમાર વરસાદ શરૂ થઇ જતા ઠેરઠેર પાણી ભરાય ગયા છે

અને ખરાબ તથા બિસ્માર રસ્તાઓની પોલ ખુલી જવા પામી છે. બંગાળની ખાડી પર નવું લો પ્રેસર સર્જાયુ હોવાથી વરસાદ જામવાની આશા જાગી ઉઠી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ આવતી તા.21 થી 23 ઓગસ્ટ વચ્ચે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

આજે ગુજરાતભરમાં એકાએક વાતાવરણમાં પલટો દેખાયો અને કેટલાક સ્થળે વરસાદ સવારથી શરૂ થઇ ગયો હતો. અમદાવાદમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. કાલુપુર, દિલ્હી ચકલા, શાહપુર, દરીયાપુર, જેવા પૂર્વ વિસ્તારોમાં મુશળધાર વરસાદ શરૂ થઇ ગયો હતો.

તદ્ઉપરાંત સરખેજ અને નરોડા પાટીયા વિસ્તારોમાં પણ જોરદાર વરસાદ શરૂ થતાં જ ઠેરઠેર પાણી ભરાયા હતા. આકરા બફારામાંથી શહેરીજનોને રાહત મળી હતી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ઓગસ્ટ મહિનાના પ્રારંભથી જ વરસાદ સાવ ખેંચાઇ ગયો હતો. 16-16 દિવસ આ રીતે પસાર થતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ચિંતા સતાવી રહી હતી. હવે વરસાદના આગમન સાથે રાજયમાં ફરીએક વાર ચોમાસુ સક્રિય થઇ રહયું હોવથી સ્કાય મેટ દ્વારા આગાહી કરવામાં આવી છે. ગુજરાતની સાથે સાથે રાજસ્થાનમાં પણ ભારે વરસાદ થવાની શકયતા છે.

છોટાઉદેપુર તથા આસપાસના વિસ્તારોમાં પણ સવારથી ધોધમાર વરસાદ પડયો હતો. જેથી સંખેડાનાં જલારામ મંદિર સહિતના વિસ્તારોમાં ઠેરઠેર પાણી ભરાય ગયા હતા. ખરાબ રસ્તાઓ પર ખાડા પડી ગયા હતા. ડાંગ પંથકમાં પણ મેઘરાજાએ જોરદાર આગમન કર્યુ હોવાના વાવડ મળી રહયા છે.

રાજયમાં આગામી દિવસોમાં ચોમાસુ જામી જવાની આશા છે. સ્કાય મેટની આગાહી મુજબ અમદાવાદ, વડોદરા, પંચમહાલ, સુરત, વલસાડ, ભાવનગર તથા સૌરાષ્ટ્રમાં અન્યત્ર વરસાદ થવાની શકયતા છે. તા.21 થી 23ની વચ્ચે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થવાની શકયતા છે.

Read About Weather here

આ રીતે મેઘરાજાના આગમનની આશા જાગતા ખેડૂતોનાં જીવમાં જીવ આવ્યો છે. હજુ જો કે રાજયમાં 46 ટકા વરસાદની ઘટ છે અને ઘણા વિસ્તારોમાં પીવાનાં પાણીનું સંકટ સર્જાવાનો પણ ભય ઉભો થયો છે. જો લો પ્રસર યથાવત રહેશે તો જોરદાર વરસાદ થવાની આશા રાખવામાં આવે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here