એડવોકેટના પરિવાર ઉપર નજીવી બાબતે ટોળકીનો ખૂની હુમલો

એડવોકેટના પરિવાર ઉપર નજીવી બાબતે ટોળકીનો ખૂની હુમલો
એડવોકેટના પરિવાર ઉપર નજીવી બાબતે ટોળકીનો ખૂની હુમલો

કેવડાવાડીમાં ઘર પાસે ગાળો બોલતા બે શખ્સોને વકીલ ટપારવા જતા મામલો બીચકયો ; બંટી તેની સાથે નવ શખ્સોને લઈ ધસી આવ્યો અને કલ્પેશભાઈ અને તેના પરિવાર ઉપર ધારીયા અને ધોકા વડે હુમલો કરી ફ્રેકચર જેવી ગંભીર ઇજા કરી

નીતિન મેવાડાની ટોળકી સામે રાયોટ,હુમલો અને મારમારીની કલમ હેઠળ નવ શખ્સો સામે ગુન્હો નોંધ્યો

રાજકોટમાં માથાભારે અને લુખ્ખા તત્વોને હવે પોલીસનો કોઈ ડર રહ્યો ન હોય તેમ છાશવારે કાયદો હાથમાં લઇ રહ્યા છે. આ વાતની પ્રતીતિ કરાવતો વધુ એક બનાવ શહેરના કેવડાવાડી વિસ્તારમાં બનવા પામ્યો છે.

Visit Saurashtra Kranti Homepage here

અહીં રહેતા એડવોકેટના ઘર પર રાત્રીના કુખ્યાત શખસની ટોળકીએ ધારીયા, લાકડી અને ધોકા વડે હુમલો કરી સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ સર્જી દીધું હતું. આ હિચકારા હુમલામાં એડવોકેટ તથા તેમના વૃદ્ધ માતા સહિત પરિવારના સાત સભ્યોને ઇજા પહોંચતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

રાત્રિના એડવોકેટના ઘર પાસે બે શખસો ગાળાગાળી કરતા હોય અને બૂમબરાડા પાડતા હોય એડવોકેટે તેમને દૂર જવાનું કહ્યું હતું જે બાબતનો ખાર રાખી આ બન્ને શખસો પોતાના સાથીદારો સાથે એડવોકેટ લના ઘરે ધસી આવી રીતસર આતંક મચાવ્યો હતો. આ મામલે પોલીસે નવ શખસો સામે રાયોટીંગ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તેઓની ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ શહેર કેવડાવાડી વિસ્તારમાં શેરી નંબર ૬/૨૧ ના ખૂણે રહેતા અને વકીલાતની પ્રેક્ટિસ કરનાર કલ્પેશભાઈ બટુકભાઈ મૈયડ(ઉ.વ ૪૦)દ્વારા ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે નિતીન મેવાડા, રાહુલ મેવાડા, મુન્નો મેવાડા, ચીકુડો મેવાડા, દિપો મેવાડા, બંટી લોહાણા, લાલો અને નિતીન મેવાડાના બંને ભાઈના નામ આપ્યા છે.

એડવોકેટ યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ રાત્રિના તેમના ઘર પાસે બંટી લોહાણા તથા લાલો જોર જોરથી ગાળો બોલતા હોય અને બૂમબરાડા પાડતા હોય જેથી તેઓને ઘર પાસે ગાળો બોલવાની ના પાડી હતી જેથી આ બંને આરોપીઓ જે તે સમયે ત્યાંથી દૂર ચાલ્યા ગયા હતા થોડીવાર બાદ અલગ-અલગ બાઈકમાં આ શખસો લાકડી,ધારિયા અને ધોકા સહિતના હથિયારો સાથે અહીં ધસી આવ્યા હતા. અને તેમણે એડવોકેટના પરિવાર પર હુમલો કર્યો હતો.

કુખ્યાત શખસોની આ ટોળકીએ કરેલા હિચકારા હુમલામાં એડવોકેટ કલ્પેશ મૈયડ ઉપરાંત તેમના માતા જીલુબેન બટુકભાઈ મૈયડ(ઉ.વ ૬૫) યુવકના કાકા દિનેશ વલ્લભભાઈ (ઉ.વ 54) કાકાનો પુત્ર આશિષ દિનેશભાઈ (ઉ.વ ૩૩) અન્ય પિતરાઇભાઇ મોહિત દિનેશભાઈ (ઉ.વ ૨૬), યુવકના ભાઈ મનોજ (ઉ.વ 37 ) પિતરાઈ ભાઈ જયદીપ દિનેશ (ઉ.વ 30) ને ઇજાઓ પહોંચી હતી જેથી તેઓને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. રાત્રિના હથિયારો સાથે સજ્જ થઈ એડવોકેટ ના પરિવાર પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Read About Weather here

બનાવની જાણ થતાં ભક્તિનગર પોલીસ મથકનો સ્ટાફ ઘટનાસ્થળે તથા હોસ્પિટલે દોડી ગયો હતો. બનાવ અંગે એડવોકેટ કલ્પેશ મૈયડની ફરિયાદ પરથી પોલીસે આરોપીઓ સામે આઇપીસીની કલમ
325,324,323,504,114,143,147,148 અને 149 તથા જાહેરનામાં ભંગ અંગેની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા માટે શોધખોળ શરૂ કરી છે.

  • આરોપીઓ સામે કડક પગલા લેવા વકીલો રજૂઆત કરશે

કેવડાવાડીમાં એડવોકેટના ઘરમાં ઘૂસી કરવામાં આવેલા હિચકારા હુમલા બાદ વકીલ મંડળમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. એડવોકેટના ઘર પર થયેલા હુમલા પ્રકરણમાં વકીલો બાર એસોસિયેશને રજૂઆત કરશે અને તેના માધ્યમથી પોલીસને રજૂઆત કરી વકીલના પરિવાર પર હુમલો કરનાર કુખ્યાત શખ્સોની ટોળકી સામે કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here