વરસાદની ખેંચથી ચિંતિત ખેડૂતોને પડયા પર પાટુ: પાક બચશે ખરો?

વરસાદની ખેંચથી ચિંતિત ખેડૂતોને પડયા પર પાટુ: પાક બચશે ખરો?
વરસાદની ખેંચથી ચિંતિત ખેડૂતોને પડયા પર પાટુ: પાક બચશે ખરો?


સિંચાઇનું પાણી આપવામાં સરકારના બે ટોચના નેતાઓના વિરોધાભાષી નિવેદન: ખેડૂતોને ડેમમાંથી પાણી આપવાની મુખ્યમંત્રીની જાહેરાત બાદ સ્થિતિ સાવ અલગ: નાયબ મુખ્યમંત્રી કહે છે, સિંચાઇ માટે આપી શકાય એટલુ પાણી ડેમોમાં છે કયાં?


એક તરફથી વરૂણદેવના રિસામણા, બીજી તરફ સરકારની દ્વીધાથી જગતાત સંકટમાં: જો મગફળી સહિતનો ખરીફ પાક નિષ્ફળ જશે તો મોંઘવારી ભડકે બળવાની ભીતી: આગામી 4-5 દિવસમાં વરસાદ ન આવે તો લોકો અને કિસાન બન્ને માટે સમસ્યા

Visit Saurashtra Kranti Homepage here

ભર ચોમાસે મેઘરાજાએ દેખા દેવાનું જ બંધ કરી દેતા અને છેલ્લા 3 અઠવાડીયાથી બિલકુલ વરસાદ ન થતા સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થતું જોવા મળી રહયું છે.

એક તરફથી વરૂણ દેવ રીસાય ગયા છે અને બીજી તરફ જમીન પર થયેલા વાવેતર માટે સિંચાઇનું પાણી સમયસર મળવાની પણ આશા નથી અને એમાય સરકારના ટોચના વડાઓના વિરોધા ભાષી કથનોથી ખેડૂતો માટે પડયા પર પાટુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. જો આગામી 4-5 દિવસમાં સારો વરસાદ નહીં આવે તો મગફળી સહિતનો ખરીફ પાક નિષ્ફળ જવાનો ડર છે અને જો એવું થશે તો મોંઘવારી બેકાબુ બની જવાની ભીતી છે.

અત્યારે રાજયમાં ખેડૂતોએ વરસાદની રાહ જોઇને થાકી ગયા બાદ સરકાર પાસે સિંચાઇનું પાણી છોડવાની અરજ શરૂ કરી છે. બનારસકાંઠા જેવા વિસ્તારમાં તો આંદોલનો પણ થઇ રહયા છે. બીજી તરફ ગંભીર વાસ્તવિકતા એ છે કે, સૌરાષ્ટ્ર અને ગુજરાતના જળાશયોમાં ઝડપથી પાણીની સપાટી ઓછી થઇ રહી છે.

પરીણામે ખેડૂતો માટે સિંચાઇનું પાણી છોડવું તે લાખો-કરોડો લોકો માટે પીવાના પાણીને અનામત રાખવું એ વિશે સરકાર પુરેપુરી દ્વીધામાં મુકાય જવા પામી છે અને જગતના તાતની ચિંતાઓનો સરવાળો થઇ રહયો છે. એમના કપાળે પરસેવો વળી ગયો છે.

તાજેતરમાં ખુદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એવી જાહેરાત કરી ખેડૂતોને હૈયા ધારણા આપી હતી કે, ડેમોમાંથી સિંચાઇ માટે પાણી છોડવામાં આવશે. પરંતુ અત્યાર સુધી તો કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું નથી. કિસાનો સિંચાઇના પાણીની રાહ જોઇ રહયા છે ત્યાં ગઇકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ખેડૂતોને આંચકો આપતી જાહેરાત કરી હતી કે, આ સિંચાઇ માટે ડેમોમાંથી પાણી છોડવામાં નહીં આવે.

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, જો ડેમોમાં વધુ પાણીનો જથ્થો હોય તો જ સિંચાઇ માટે છોડી શકાય. અત્યારે 30 થી 35% જેવો પાણીનો જથ્થો હોય તો ડેમમાંથી સિંચાય માટે આપી ન શકાય. આ રીતે ગણતરીના કલાકોમાં રાજય સરકારના બે ટોચના વડાઓના વિરોધા ભાષી કથનોને કારણે કિસાનો માંઠી દશામાં મુકાય ગયા છે અને સિંચાય માટે પાણી મેળવવાની એમની આશા ઓસરી ગઇ છે. હવે માત્ર વરસાદ પર જ આધાર છે.

ખેડૂતો હવે વરૂણ દેવને વિનવણીઓ કરી રહયા છેે. મેઘરાજાનો રીઝવવા માટે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં ઠેરઠેર યજ્ઞો કરવામાં આવી રહયા છે. ખાસ પૂજા-અર્ચનના કાર્યક્રમો થઇ રહયા છે. આ રીતે પરિસ્થિતિ ખુબ જ ગંભીર બની રહી છે, સરકારે હાથ ઉંચા લઇ લીધા એટલે મગફળી, કપાસ જેવા ખરીફ પાકને બચાવવા માટે ખેડૂતો ખુબ જ આતુરતાથી વરસાદની રાહ જોઇ રહયા છે.

જો કે હજુ સુધી કયાંય મેઘરાજાના દર્શન થતા નથી. સરકારે અગાઉ તો 5 લાખ હેકટર જમીનને સિંચાઇનું પાણી આપવાની વાતો કરી હતી પણ નાયબ મુખ્યમંત્રીએ ખેડૂતોની આશાઓ ઉપર પાણી ફેરવી દીધુ છે. જો મગફળીનો પાક નિષ્ફળ જશે અથવા ઉતારો ઓછો આવશે તો સીંગતેલના ભાવો ભડકે બળવાની શકયતા છે. પરીણામે મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગ માટે વધુ મુશ્કેલી ભરી પરિસ્થિતિ ઉભી થશે અને લાખો પરીવારોના બજેટ પર દબાણ આવશે.

Read About Weather here

મેઘરાજાના રૂસણા હવે વધુ લાંબા ચાલ્યા છે. રાજકોટ જિલ્લાની જ વાત કરીએ તો જિલ્લાના 1200 તળાવ અને ચેકડેમોનાં તળીયા દેખાય છે. સૌરાષ્ટ્રમાં શરૂઆતથી જ સારો વરસાદ પડયો નથી પરીણામે કુવા-બોર પણ ખાલી ખમ્મ છે, ચેકડેમો અને તળાવો ભર ચોમાસે ખાલી થઇ ગયા છે. નાના તળાવ અને ચેકડેમમાં પુરતુ પાણી હોય તો આસપાસના અનેક કિલોમીટર વિસ્તારમાં બોર અને કુવા પણ રીચાર્જ થઇ જતા હોય છે જેનાથી શિયાળામાં પણ પાક માટે એક-બે પાણ આપી શકાય છે.

અત્યારે એવી પરિસ્થિતિ પણ નથી. કૃષી અધિકારીઓ જણાવે છે કે, રાજકોટ જિલ્લામાં 5.20 લાખ હેકટર જમીન પર ચોમાસુ પાકનું વાવેતર થયેલું છે. 2.75 લાખ હેકટર પર મગફળી અને 2 લાખ હેકટર જમીન પર કપાસનું વાવેતર કરાયું છે. અત્યારે મગફળીમાં સુયા બેસવાનો સમય આવી ગયો છે. કપાસમાં ફલાવરીંગનો સમય પાકી ગયો છે.

અત્યારે પાણીની ખાસ જરૂર હોય જો ન મળે તો મોલાત મુરજાય અને પાક નિષ્ફળ જાય છે. એટલે ખેડૂતનું શું થશે એ નક્કી થતું નથી. મેઘરાજા આવતા નથી અને સિંચાયનું પાણી મળે એમ નથી બધુ ભગવાન ભરોસે છે.(2.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here