સરકારની રણનીતિ:રાજ્યના તબીબોની હડતાળને બે ભાગમાં વહેંચી દીધી

સરકારની રણનીતિ:રાજ્યના તબીબોની હડતાળને બે ભાગમાં વહેંચી દીધી
સરકારની રણનીતિ:રાજ્યના તબીબોની હડતાળને બે ભાગમાં વહેંચી દીધી

આઈ.આઈ.એમના વાઇસ પ્રેસિડન્ટ ડો. વિજય પોપટની મધ્યસ્થીતીમાં ડેપ્યુટી સી.એમ નીતિન પટેલે ખાતરી આપતા હડતાળનો અંત

અમદાવાદમાં હડતાળ યથાવત ;રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરામાં સ્ટ્રાઈક ખતમ

રાજકોટ સહિત રાજ્યની છ મેડીકલ કોલેજના બોન્ડેડ તબીબો બોન્ડ સહિતની પડતર માંગણીઓને લઈ મહડતાળ પર ઉતર્યા હતા, તેના સમર્થનમાં રેસીડન્ટ તબીબો અને ઈન્ટર્ન તબીબો છેલ્લા આઠ દિવસથી આંદોલન પર ઉતર્યા હતા

Visit Saurashtra Kranti Homepage here

ત્યારે ગઈકાલે નાયબ મુખ્યમંત્રી સાથે યોજાયેલી બેઠક બાદ સરકારે મૌખિક ખાતરી આપતા ડોકટરોની હડતાળનો અંત આવ્યો છે અને આજે સવારથી તબીબો તરફથી દર્દીઓની સારવારમાં લાગી જતાં આરોગ્ય સેવા પૂર્વવત થઈ હતી અને દર્દીઓને રાહત મળી છે.

જો કે રાજકોટના 48 બોન્ડેડ તબીબો હજુ સરકારના જી.આર.ની રાહ જોઈ રહ્યા છે જે મળ્યા બાદ હડતાળ પૂરી કરશે તેમ જાણવા મળ્યું છે. તબીબોની હડતાળને બે ભાગમાં વહેંચી દેવાનું સરકારનું એક કાવતરું હોવાનું તબીબી વર્તુળમાં ચર્ચાય રહ્યું છે.

ગુજરાતમાં રાજકોટ, જામનગર, ભાવનગર, અમદાવાદ, વડોદરા અને સુરતની મેડીકલ કોલેજના 400થી વધુ બોન્ડેડ તબીબો કોરોના સમયે અપાયેલા 1:2 બોન્ડમાં ફેરફાર કરીને નવો જીઆર બહાર પાડી 1:1 બોન્ડ કરી નાંખ્યા હતા જે સહિત અન્ય માંગણીઓને લઈ સરકારમાં રજૂઆત કરી હતી. પરંતુ, કોઈ યોગ્ય ઉકેલ ન આવતાં તેઓએ હડતાળનું એલાન કર્યું હતું અને તબીબોની માંગણી મુજબ 1:2 બોન્ડ આપવામાં આવે.

સાતમા પગાર પંચ મુજબ પગાર આપવામાં આવે, કોવિડના કારણે તેમનું શૈક્ષણિક કાર્ય બગડ્યું હોવાથી પેરીફેરીને બધી જે-તે શૈક્ષણિક સંસ્થામાં કામ કરવા દેવામાં આવે અને અન્ય રાજ્યની જેમ ગુજરાતમાં પણ એસઆર શીપની સાથે બોન્ડ લાગુ કરવામાં આવે તે ચાર માંગણીઓ મુદ્દે ગત તા.4થી હડતાળ શરૂ કરી હતી

અને બોન્ડેડ તબીબોના સમર્થનમાં જુનીયર રેસિડેન્ટ તબીબો અને ઈન્ટર્ન તબીબો પણ હડતાળમાં જોડાયા હતા અને છેલ્લા આઠ દિવસથી હડતાળ કરી રહ્યા હતા તથા આંદોલન દરમિયાન રેલી, કેન્ડલ લાઈટ, બ્લડ ડોનેશન કેમ્પ સહિતના કાર્યક્રમો યોજ્યા હતા.

Read About Weather here

દરમિયાન ગઈકાલે આઈએમએના વાઈસ પ્રેસિડેન્ટ અને મેડીકલ કોલેજના ડીન, સુપ્રિન્ટેન્ડેન્ટ સહિતનાની મધ્યસ્થીથી નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ડોકટરોની માંગણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યમંત્રી દ્વારા હડતાળ પૂરી કર્યા બાદ માંગણીઓ સંતોષવાની ખાતરી આપવામાં આવતા તબીબોની હડતાળનો અંત આવ્યો હતો અને આજે સવારથી રેસીડેન્ટ અને ઈન્ટર્ન તબીબો ફરજ પર જોડાઈ ગયા હતા.

જો કે બોન્ડેડ તબીબો સરકારના પરિપત્ર મળ્યા બાદ હડતાળ પૂરી કરી ફરજમાં જોડાશે તેમ જાણવા મળ્યું છે. જ્યારે બીજી તરફ હજુ સુધી અમદાવાદ મેડીકલ કોલેજમાં હડતાળ યથાવત હોવાનું જાણવા મળ્યું છે.હાલ અમદાવાદમાં હડતાળ યથાવત હોવાનું અને રાજકોટ, જામનગર, ભાવનગર, સુરત, વડોદરામાં સ્ટ્રાઈક ખતમ થયા ગયાનું જાણવા મળે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here