ફ્રાન્સમાં બે મુસ્લિમ મહિલાઓ પર ફ્રેન્ચ મહિલાઓનો છરીથી હુમલો

છરીના સંખ્યાબંધ પ્રહાર કરીને ગંભીર રીતે ઘાયલ કરી

હજરત મુહમ્મદ પયગંબરના કાર્ટુનના મુદ્દે ચાલી રહેલા વિવાદના પગલે જગમશહૂર એફિલ ટાવર તળે બે મુસ્લિમ મહિલાઓ પર ફ્રેન્ચ મહિલાઓએ છરીના સંખ્યાબંધ પ્રહાર કરીને તેમને ગંભીર ઇજા પહોંચાડી હતી.

પોલીસે પકડેલી બંને હુમલાખોર મહિલાઓ ગોરી છે અને યૂરોપની હોવાનો પોલીસનો ખ્યાલ હતો. અત્રે એ યાદ રહે કે ગયા સપ્તાહે બાળકોને પયંગબરનું કાર્ટુન દેખાડી રહેલા એક ઇતિહાસ ટીચરની હત્યા કરાઇ હતી. આ કાર્ટુનના મુદ્દે છેક ૨૦૧૫થી વિવાદ ચાલી રહૃાો હતો.

મુસ્લિમ મહિલાઓ પર હુમલો કરનારી ગોરી યુવતીએ તેમને ગંદી અરબી મહિલાઓ કહીને ગાળાગાળી પણ કરી હતી. આ બંને મહિલાઓ સામે ફ્રેન્ચ કાયદા મુજબ હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરાશે એમ ફ્રેન્ચ પોલીસના પ્રવક્તાએ કહૃાું હતું.

ઇજાગ્રસ્ત મુસ્લિમ મહિલાઓ મૂળ અલ્જિરીયાની છે. હાલ તેઓ ફ્રાન્સના નાગરિક છે. તેમની ઓળખ કેન્ઝા અને અમેલ તરીકે અપાઇ હતી. બંનેને છરીના છથી સાત પ્રહાર થયા હતા. એફિલ ટાવરની નીચેજ આ ઘટના બની હતી. આ પ્રસંગે હાજર કેટલાક પ્રવાસીઓએ ઘટનાના ફોટોગ્રાસ પણ લીધા હતા.

કેન્ઝા અને અમેલને હૉસ્પિટલમાં દાખલ કરાયાં હતાં. અમેલના હાથની સર્જરી કરવી પડી હોવાનું ડૉક્ટરોએ કહૃાું હતું. કેન્ઝાએ મિડિયાને કહૃાું હતું કે અમે વૉક પર નીકળ્યા હતા. બેમાંની એક હુમલાખોરે પોતાનો ચહેરો ઢાંકી રાખ્યો હતો.