ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા 7 ખેલાડીઓના ચિત્રો બનાવાયા

ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા 7 ખેલાડીઓના ચિત્રો બનાવાયા
ભારતના ઓલિમ્પિક મેડલ વિજેતા 7 ખેલાડીઓના ચિત્રો બનાવાયા

મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, દંડક તથા મ્યુ.કમિશનર હાજર રહ્યા

મ્યુનિસિપલ કોર્પોરશનના સાથ સહકારથી છેલ્લા છ વર્ષથી મિશન સ્માર્ટ સિટી ટ્રસ્ટ-ચિત્રનગરી દ્વારા રાજકોટમાં આવેલી વિવિધ દીવાલો પર સુંદર ચિત્રો બનાવવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી તેર હજારથી પણ વધુ ચિત્રો બનાવવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

આશરે એક હજાર જેટલા કલાકારો નિ:સ્વાર્થ ભાવે આ અભિયાનમાં જોડાયેલા છે. રાજકોટ ઉપરાંત જામનગર, દ્વારકા, ઓખા, શિવરાજપુર બીચ, સુરેન્દ્રનગર, વાંકાનેર,જસદણ અને અમદાવાદની સાબરમતી જેલની દીવાલ પર આ કલાકારો એ ચિત્રો બનાવી રાજકોટને ગૌરવ અપાવ્યું છે.

તાજેતરમાં જાપાન દેશમાં ટોક્યો શહેરમાં યોજાયેલ ઓલિમ્પિક ખેલમાં સાત મેડલ મેળવી, ખેલાડીઓએ ભારત દેશને ગૌરવ અપાવ્યું છે. આ ખેલાડીઓને બિરદાવવા માટે કિસાનપરા ચોક ખાતે ચિત્રનગરીના કલાકારો દ્વારા આ સાત ખેલાડીઓના ચિત્રો બનાવવામાં આવેલ છે.

આ પ્રસંગે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર ડો.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કર ભાઈ પટેલ અને મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા હાજર રહેલ.

ચિત્રનગરીના કલાકાર રૂપલબેન સોલંકી, રાજભા જાડેજા, રમેશભાઈ મુંધવા,સુધીર ભાઈ ગોહિલ, શિવમ અગ્રવાલ, જ્ય દવે, શક્તિરાજ જાડેજા, અદિતિ સાવલિયા, સિદ્ધાર્થ હરિયાની, સમર્થ હરિયાની, કેશવી ઠાકર દ્વારા આ ચિત્રો બનાવવામાં આવેલ.

Read About Weather here

ચિત્રનગરીના જીતુભાઈ ગોટેચા, સુરેશ રાવલ, સીમાબેન અગ્રવાલ, હેમાબેન વ્યાસ સહિતના કમિટી સભ્યોએ જહેમત લીધી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here