ડેન્ગ્યુ, ચિકનગુનિયા, મલેરિયા: વ્યક્તિ એક, રોગ અનેક

રાજકોટને ભરડો લેતો ડેન્ગ્યુ: નવા 19 કેસ: 10 માસમાં કુલ 182 કેસ
રાજકોટને ભરડો લેતો ડેન્ગ્યુ: નવા 19 કેસ: 10 માસમાં કુલ 182 કેસ

એક સાથે બે રોગનાં સહયોગથી થતી બિમારી વધારે ઘાતક

ડોકટરો ચિંતામાં મુકાયા, આરોગ્ય વિભાગ દ્વારા નિયંત્રણ માટે પગલા લેવા અનુરોધ

અમદાવાદ વરસાદ સાથે ઠંડા વાતાવરણનાં અલગ સંયોજનએ મચ્છરોનું લોકોના ઘર સુધી પહોંચવું સહેલું કર્યું છે. ત્યારે આરોગ્ય અધિકારીઓને અમદાવાદ સાથે રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં એક વ્યક્તિને બે અલગ રોગનાં સંયોજનએ ચિંતામાં મુક્યા છે.

એક અભ્યાસ ધારા માઈકોબાયોલોજી વિભાગ, પી.ડી.યુ કોલેજ  અને હોસ્પિટલ, રાજકોટ અને વડોદરા ખાનગી હોસ્પિટલનાં રીપોર્ટમાં સહવર્તી ચેપ જોવામાં આવ્યા છે. તે રોગ ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મલેરીયા અને ડેન્ગ્યુ એક વ્યક્તિમાં જોવા મળેલ છે. અમદાવાદમાં પણ આવા સહવર્તી ચેપનાં બે કેસ અ.મ.કો ને મળી આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

જૂન-૨૦૧૯ થી એપ્રિલ ૨૦૨૧ નાં અભ્યાસ પરથી તારણો લેવામાં આવેલ છે. રાજકોટ શહેરમાં એપ્રિલ ૨૦૨૧ સુધીમાં ૩૮૧૦ કેસ ડેન્ગ્યુનાં, ૨૧૨૨ કેસ ચિકનગુનિયા અને ૧૬૦૫ કેસ ડેન્ગ્યુ અને ચિકનગુનિયા બંને સાથે થયાના મળ્યા છે.

અભ્યાસકર્મીઓને ૬૦ એવા કેસ સામે આવ્યા જેમાં 3.૭૩% લોકો ને ચિકનગુનિયા અને ડેન્ગ્યુ બંને હતા, તેઓ સહવર્તી વધારે ઘાતક જણાય છે. આ અભ્યાસ કરવા પાછળનું કારણ હતું કે, પ્રથમ તબક્કામાં જ જોઈ કોઈ મોટા પ્રમાણમાં હાની થઇ શકે એમ હોય તો તેનું નિવારણની શોધ થઇ શકે. તેથી રોગીષ્ઠતા અને નૈતિકતાનો દર વધે નહીં.

અભ્યાસ કર્મીઓ દ્વારા આ અભ્યાસ કરવા બદલનો એક લક્ષ્ય એવો પણ હતો કે આરોગ્ય અધિકારીઓ આવા રોગથી બચવા અને નિયંત્રણમાં લેવા માટે અસરકારક પગલા હાથ ધરે/લઇ શકે.

પ્રોફેસર હેત્વી ચાવલા, સહયોગી પ્રોફેસર મધુલીકા મિસ્ત્રી અને નિવાસી ડોક્ટર તન્વી ચૌધરી, જી.એમ.ઈ.આર.એડ રાજકોટ દ્વારા આ અભ્યાસ રીપોર્ટ બનાવામાં આવેલ છે.

આજ રીતેનાં બીજા અભ્યાસમાં ધીરજ હોસ્પિટલ વડોદરાનાં ડોકટરો દ્વારા ૬૦૪ કેસ વિષ્લેષણમાં ૫૮ દર્દીઓ ૯.૬% મેલેરીયા પોઝીટીવ અને ૮૦ દર્દીઓ ૧૩.૨૪% ડેન્ગ્યુ પોઝીટીવ હતા. તેમજ વધુમાં ૨૧ દર્દીઓ 3.૬૭% ને સહ્યોફી ડેન્ગ્યુ અને મેલેરીયા બંને રોગ જોવા મળ્યા હતા. આ રોગ આવનાર વધારે વ્યક્તિઓની (ઉ.વ. ૩૧-૬૦) વર્ષ જોવા મળેલ છે.

Read About Weather here

આ કેસોમાં ૫૨.૩૮% દર્દીઓમાં કમળો, ૨૩.૮૦%  દર્દીઓમાં હેમોરેહજીક સંભવ, ૪.૭૬% દર્દીઓમાં કીડની ફેલયર અને ૯૫.૨૩% દર્દીઓમાં થ્રોબોસાયટોપેનીયા જોવામાં આવ્યું હતું,.

ધીરજ હોસ્પિટલનાં સંગીતા વસાવા, સુચેતા લાખાણી અને જીતેન્દ્ર લાખાણી દ્વારા અભ્યાસ કરવામાં આવેલ છે. અભ્યાસ કર્મીઓનું કહેવું છે કે, કલીનીક ડોકટરો દ્વારા તાવનાં કેસમાં આવેલ દર્દીઓને મેલેરીયા અને ડેન્ગ્યુ છે કે નહીં તે સરખી રીતે તપાસવું જોઈએ. આરોગ્ય વિભાગ દ્વારા પણ આ રોગીષ્ઠતા અટકાવવા અસરકારક નિર્ણય લેવો જોઈએ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here