2018 થી 2021 દરમિયાન વાહન અકસ્માતના ગુન્હામાં ઘટાડો

બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...
બાઈક બાવળનાં થડ સાથે અથડાતા ચાલકનું મોત...

રાજકોટ શહેર પોલીસને ગુજરાત રોડ સેફટી એવોર્ડ એનાયત, તૃતીય સ્થાન

શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને ગુજરાત રાજ્ય માર્ગ સલામતી પારિતોષિક 2020-21 તથા રૂ.75 હજારનો ચેક એનાયત

શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ માર્ગદર્શન હેઠળ વાહન અકસ્માતોમાં ઘટાડો થાય તે માટે વાહન ચાલકોને નિયમોનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેમજ અકસ્માત ઝોન વિસ્તારમાં જરૂરી પોલીસ પોઇન્ટ તથા સેફટીની સુવીધાઓ ઉભી થાય

તે માટે શહેર પોલીસ દ્વારા છેલ્લા વર્ષોમાં કઇ જગ્યાએ, કયા દિવસે, કયા સમયે રોડ અકસ્માતોના બનાવો બનેલ તે અંગે એનાલીસીસ કરી મેપીંગ તૈયાર કરવામાં આવેલ અને જે વિસ્તારમાં વધુ-વધુ અકસ્માતોના બનાવો બનેલ હોય તેને અકસ્માત ઝોન જાહેર કરવામાં આવેલ હતા.

Visit Saurashtra Kranti Homepage here

સરકાર દ્વારા શહેરના ટ્રાફીકની સમસ્યા સર્જાતી તેવા ચાર રસ્તાઓ ઉપર ઓવર બ્રીજ, અન્ડર બ્રીજ મંજુર કરવામાં આવેલ. જેના પરીણામે તેમજ શહેર પોલીસ દ્વારા સુચારૂ તથા ટ્રાફીક નીયમોનું ચુસ્ત પણે પાલન થાય તે માટે ટ્રાફીકવાળા રોડ તથા ચાર રસ્તા ઉપર જરૂરી ટ્રાફીક પોઇન્ટો તથા સીગ્નલો ઉભા કરવામાં આવેલ. તેમજ મનપા તથા માર્ગ અને મકાન વિભાગ તથા હાઇવે ઓથોરેટી વિગેરે સાથે સંકલનમાં રહી કોઇ જગ્યાએ ટ્રાફીક એજીન્યરીંગમાં ખામી હોય તો તે પણ દુર કરવા પ્રયાસો કરવામાં આવેલ.

શહેરમાં અનેક વિસ્તારને બ્લેક સ્પોટ જાહેર કરવામાં આવેલ હોય જયાં શહેર ટ્રાફિક પોલીસ ના માણસોની ફાળવણી કરી ત્યાં વધુમાં વધુ વાહન ચેકીંગ કરવામાં આવેલ તેમજ ઓવર સ્પીડ, ડ્રીન્ક એન્ડ ડ્રાઇવ તથા ટ્રાફિક નિયમોનું પાલન નહીં કરનાર વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ હતી. સરેરાશ સને ૨૦૧૮ થી ૨૦૨૧ દરમ્યાન વાહન અકસ્માતના કુલ ૨૦૭ ગુન્હાઓનો ઘટાડો થયેલ છે.

શહેર પોલીસ દ્વારા રોડ અકસ્માત અટકાવવા માટે લીધેલ પગાલાઓ તથા તેના પરિણામ સ્વરૂપ ગુન્હાઓમાં થયેલ ઘટાડાથી મંત્રી આર.સી.ફળદુ ના વરદ હસ્તે એવોર્ડ એનાયત કરાયો હતો.

Read About Weather here

રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ, અધિક મુખ્ય સચિવ એમ.કે.દાસ તથા વાહન વ્યવહાર કમિશ્નર રાજેશ મોજુની ઉપસ્થિતિમાં યોજાયેલ ગુજરાત રોડ સેફટી એવોર્ડ ૨૦૨૦-૨૧ ના વિતરણ સમાંરભમાં શહેર સીટી રોડ સેફટી કમિટીને ગુજરાત રોડ સેફટી એવોર્ડમાં તૃતીય સ્થાન પ્રાપ્ત થતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ગુજરાત રાજ્ય માર્ગ સલામતી પારિતોષિક ૨૦૨૦-૨૧ તથા રૂપિયા ૭૫,૦૦૦/- નો ચેક એનાયત કરવામાં આવેલ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here