અમદાવાદમાં તહેવારની ખરીદીને લઈ ભદ્ર બજારમાં કોરોના ભુલાયો, જામી ભીડ

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. તહેવાર આવતાંની સાથે જ અમદાવાદમાં ખરીદી માટે લાલદરવાજા ભદ્ર બજારમાં ખરીદીનો માહોલ શરૂ થઈ જતો હોય છે. દિવાળીના તહેવારની ખરીદી માટે ભદ્ર બજારમાં ધીરે ધીરે ખરીદીનો માહોલ શરૂ થયો છે. જોકે આ વર્ષે કોરોના મહામારીમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવું અને માસ્ક પહેરવું જરૂરી છે જેથી કારંજ પોલીસ દ્વારા ભદ્ર બજારમાં ખરીદી કરવા આવતા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાય અમે લોકો માસ્ક પહેરે તેના માટેના પ્રયાસ શરૂ કર્યા છે.

પોલીસ દ્વારા પાથરણાની આગળ સોશિયલ ડિસ્ટન્સ માટે કુંડાળા કરાવ્યા છે તેમજ લોકોને ફ્રીમાં માસ્ક આપ્યા હતા. કારંજ પોલીસ સ્ટેશનના પીઆઇ ડી.વી. તડવીએ જણાવ્યું હતું કે તહેવાર દરમ્યાન ખરીદી માટે ભદ્ર બજારમાં ભીડ થતી હોય છે. આ વર્ષે કોરોના મહામારીમાં કેન્દ્ર અને રાજય સરકારની ગાઈડલાઈનનું લોકો પાલન કરે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવું ફરજિયાત પહેરે તેના માટે ટીમ દ્વારા અને પોલીસ દ્વારા લોકો અને વેપારીઓને ફ્રીમાં માસ્કનું વિતરણ કરવામાં આવી રહૃાું છે. લાઉડસ્પીકર અને પોલીસ સ્ટેશનની ગાડીઓ દ્વારા પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને માસ્ક પહેરવા માટે અપીલ કરવામાં આવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે પાથરણા બજારમાં જે પણ વેપારીઓ વેચાણ કરે છે તેઓએ ડિસ્ટન્સ જળવાઈ રહે તેના માટે આગળ રેલીંગ કરી છે અને કુંડાળા પણ કર્યા છે. સોશિયલ ડિસ્ટન્સની જાળવણી થાય તેના માટે પૂરતાં પ્રયાસ કરવામાં આવી રહૃાાં છે. લોકોને અપીલ છે કે ખરીદૃી કરવા આવે ત્યારે ફરજિયાત માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. પાથરણા બજારના વેપારીઓએ પણ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અંગેના પોસ્ટર લગાડ્યા છે.