સાવધાન! દેશમાં કોરોનાનો વધતો ફુુંફાડો, 617નાં મોત

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

છેલ્લા 24 કલાકમાં 36628 નવા કેસો નોંધાયા, જોકે ગઇકાલ કરતા ઘટાડો

દેશમાં ત્રીજી લહેરની આશંકા વચ્ચે ભારતમાં બીજી લહેરના કેસો હજુ વધુને વધુ નોંધાય રહયા છે. ગુજરાત સિવાયના રાજયોમાં કોરોનાના કેસો દરરોજ 30 થી 40 હજારની સપાટીને પાર કરી રહયા છે.

Visit Saurashtra Kranti Homepage here

ગુરૂવારે 44643 કેસો નોંધાયા હતા. જેમાં શુક્રવારે થોડો ઘટાડો થયો છે. 24 કલાકમાં 38628 કેસો નોંધાયા છે.

વધુ 617 દર્દીઓનાં મૃત્યુ થયાનું નોંધાયું છે. પોઝિટિવીટી રેઇટ જે 12 દિવસ પહેલા 3 ટકા હતો એ ઘટીને 2.21 ટકા થયો છે.

વેક્સિનેશનમાં ભારતે 50 કરોડનો આંક પાર કરી દીધો છે. 50 કરોડ લોકોને રસી આપવાની સિધ્ધીને આવકાર આપતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે,

કોરોના મહામારી સામે દેશની લડાઇને મોટુ પીઠબળ મળ્યું છે અને ગતી આવી છે. કોરોના વેક્સિનના ઉત્પાદનમાં પણ વધારો થયો છે.

પ્રતિદિન 40 લાખ ડોઝનું ઉત્પાદન વધારવામાં આવ્યું છે. હવે દૈનિક કમસે કમ પ્રતિદિન 40 લાખ ડોઝનું ઉત્પાદન કરવામાં આવશે

તેમ કેન્દ્રના આરોગ્ય ખાતાના રાજય મંત્રી ડો.ભારતી પ્રવિણ પરમારે જણાવ્યું હતું.

દેશના રાજસ્થાન, મધ્યપ્રદેશ અને બિહારમાં છેલ્લા 24 કલાક દરમ્યાન કોરોનાથી મૃત્યુ થયાનું નોંધાયું છે.

સૌથી વધુ દૈનિક કેસો હજુ કેરળમાં નોંધાય રહયા છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 19948 કેસો નોંધાયા હતા.

વધુ 187 દર્દીઓ સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યા હતા. આસામમાં ત્રણ વેક્સિન સેન્ટરમાં નોંધણી ફી લેવાઇ રહયાની ધારાસભ્યએ ફરીયાદ કર્યા બાદ તપાસનો આદેશ અપાયો છે. 

ગુજરાતમાં લાંબા સમય બાદ કોરોનાથી એક મૃત્યુ થયાની તાપી જિલ્લામાં નોંધાયું છે.

Read About Weather here

રાજયમાં નવા માત્ર 23 કેસો નોંધાયા છે. મહારાષ્ટ્રમાં ભંડારા નામનો જિલ્લો બિલકુલ કોરોના મુકત થઇ ગયો છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here