અફધાનીસ્તાનમાં આતંકના અડ્ડા સાફ કરવાનો સમય પાકી ગયો

ટ્રાફિક પોલીસ મન ફાવે ત્યાં મન પડે તે રીતે બેરીકેડ મુકવાનું બંધ કરે : કોંગ્રેસ
જ્ઞાનસાધના સ્કોલરશીપ માટે સૌરાષ્ટ્રના 8 જિલ્લાના 64,354 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે

યુનો સલામતી સમિતિની બેઠકમાં ભારતની યુનો સંસ્થાને તાકિદ: અફધાનીસ્તાનમાં ભારતની ભુમિકાને સમર્થન આપતું ઇરાન

ભારતે અધ્યક્ષ પદ સંભાળ્યા બાદ પહેલીવાર યોજાયેલી યુનોની સુરક્ષા પરિષદની બેઠકમાં ભારતે ભાર પૂર્વક જણાવ્યું હતું કે, અફધાનીસ્તાનનું ભવિષ્ય તેના ભુતકાળ જેવું હોવું ન જોઇએ.

Visit Saurashtra Kranti Homepage here

આ પ્રદેશમાં ત્રાસવાદીઓના તમામ સુરક્ષીત અડ્ડાઓ અને આતંકવાદીઓની પુરવઠાની સૃણખલા તાત્કાલીક તોડી પાડવાની જરૂર છે.

આ દેશનો હિંસાનો તાત્કાલીક અંત આવે એવા પગલા લેવાની હવે સલામતી સમીતી માટે સમય પાકી ગયો છે. અફધાનીસ્તાનના મામલે ઇરાનનું પણ ભારતને સમર્થન મળ્યું છે.

ગઇકાલે ઇરાનની રાજધાની તહેરાન ખાતે વિદેશ મંત્રી એસ.જયશંકર ઇરાનના નવા રાષ્ટ્ર પ્રમુખ ઇબ્રાહિમ રઇસીને મળ્યા હતા.

તે સમયે ઇરાને અફધાની સ્થિરતા માટેના ભારતના પ્રયાસોની ભુમિકાને આવકાર આપ્યો હતો.

સલામતી સમીતીની પહેલી જ બેઠકમાં યુનો ખાતેના ભારતીય દુત અને કાયમી પ્રતિનિધિ ટી.એસ.તીરૂમુર્તીએ જણાવ્યું હતું કે, અફધાનીસ્તાનના પડોશી તરીકે અમને સૌથી વધુ ચિંતા થઇ રહી છે.

અફધાનીસ્તાનમાં હિંસા અટકવાનું નામ લઇ રહી નથી. આંતરરાષ્ટ્રીય સમાજ ઘડીયારના કાંટા પાછા લઇ શકે નહીં.

પાકિસ્તાનનો આડકતરો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું હતું કે, એ પ્રદેશમાં આતંકવાદીઓના તમામ આશ્રય સ્તાનો અને પુરવઠાની કડીનો તાત્કાલીક ખાતમો થવો જોઇએ.

આતંકવાદના દરેક પડકાર સામે હવે ઝીરો સહીસૃણાતાની નીતિ અપનાવી રહી. અફધાની ત્રાસવાદીઓને શસ્ત્રો અને નાણાકિય મદદ આપનારાને પણ જવાબદાર ઠરાવવાનો સમય આવી ગયો છે.

Read About Weather here

સલામતી સમીતીએ હવે પગલા લેવા પડશે નહીંતર સમગ્ર પ્રદેશની શાંતી અને સુરક્ષા જોખમાય જશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here