મહિલા લોકદરબારમાં 25 અરજીમાં અરજદારોનું સુખદ સમાધાન

મહિલા લોકદરબારમાં 25 અરજીમાં અરજદારોનું સુખદ સમાધાન
મહિલા લોકદરબારમાં 25 અરજીમાં અરજદારોનું સુખદ સમાધાન

163 થી વધુ અરજીમાં બન્ને પક્ષના 78 પક્ષકારો હાજર રહ્યા : ચાર અરજીમાં ગુનો દાખલ કરવાની તજવીજ
49 અરજીઓમાં છૂટાછેડા તથા ભરણ પોષણ અંગેનું માર્ગદર્શન અપાયું

આજે નારી સશક્તિકરણ દિનની ઉજવણીના ભાગરૂપે આજરોજ મહિલા પોલીસ દ્વારા રાજકોટમાં પોલીસ હેડક્વાર્ટર આવેલા તાલીમ ભવનમાં મહિલા સંબંધિત ફરિયાદોના નિરાકરણ માટે લોકદરબારનું આયોજન કરાયું હતું.

જેમાં ફરિયાદોનો ધોધ વહયો હતો. અંદાજિત 163 થી વધુ મહિલા અરજદારો પોતાની ફરિયાદના નિરાકરણ માટે આ લોક દરબારમાં પરિવારજનો સાથે આવી હતી.

જેમાં 78 અરજીઓના પક્ષકારો હાજર રહ્યા હતા. જેમાંથી 25 અરજદારો વચ્ચે સુખદ સમાધાન થયું હતું. આ ઉપરાંત ચાર અરજીમાં ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

49 અરજીઓમાં છૂટાછેડા તથા ભરણ પોષણના કેસમાં જિલ્લા કાનૂની સેવા સતા મંડળ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત ડીસીપી ઝોન 2 મનોહરસિંહ જાડેજા

તથા એ.સી.પી એસ. આર.બારીયાના માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ મથકના પી.આઈ એસ.આર.પટેલની રાહબરીમાંમાં આજરોજ પોલીસ હેડ કવાર્ટર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.

આલોક દરબાર માટે મહિલા સંબંધિત ફરિયાદ અને અરજીઓને લઈ 163 અરજદારોની અગાઉથી જાણ કરવામાં આવી હતી.
દરમિયાન આજરોજ લોક દરબારમાં 50થી વધુ મહિલા અરજદારો પોતાના પરિવારજનો સાથે

પોતાની ફરિયાદ અને અરજીના નિકાલ માટે આવી પહોંચ્યા હતા જે હોલમાં આ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાં મહિલા અરજદારોની સંખ્યા વધી જતા

હાલમાં કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ જેમની ફરિયાદ સાંભળવામાં આવનાર હોય તેઓને જ અહીં હાજર રાખવામાં આવ્યા હતા.અન્ય અરજદારોની વેઇટિંગ રૂમમાં બેસાડવામાં આવ્યા હતા.