ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકારને ખખડાવી નાખી હતી..!

હાઈકોર્ટમાં માત્ર વકીલોનો જ પ્રવેશ...
હાઈકોર્ટમાં માત્ર વકીલોનો જ પ્રવેશ...

લાયકાત વગરના શિક્ષકો ધો.6 થી 8માં કઇ રીતે ભણાવી શકે? રાજય સરકારને ગુજરાત હાઇકોર્ટનો સવાલ

પ્રાથમિક શિક્ષણ નિયામકને જવાબ રજૂ કરવાનો આદેશ

ધો.1 થી 5નાં શિક્ષકોને ધો.6 થી 8નાં વર્ગોમાં પણ ભણાવવા માટે મોકલવામાં આવી રહયા હોવાની હકીકતનું સજ્ઞાયન લઇને ગુજરાત હાઇકોર્ટે આજે રાજય સરકારને ખખડાવી નાખી હતી. લાયકાત વગરના શિક્ષકો કઇ રીતે ધો.6 થી 8માં ભણાવી શકે એવો હાઇકોર્ટે સરકારને સીધો સવાલ કર્યો હતો.

રાજય સરકારની મંજુરીથી લાયકાત વગરના શિક્ષકો ઉચ્ચ ધોરણોમાં ભણાવી રહયા છે. એવા દાવા સાથે હાઇકોર્ટમાં થયેલી અરજી પર અદાલતે એવું અવલોકન કર્યુ હતું કે, ધો.1 થી 5નાં શિક્ષકો ધો.6 થી 8નાં વિદ્યાર્થીઓને ભણાવી ન શકે.

બાળકોના શિક્ષણ પર જોખમ મુકાય છે. સરકાર બાળકોના શિક્ષણને આવી રીતે જોખમમાં મુકી શકે નહીં. જો લાયક શિક્ષકો ન હોય તો માધ્યમીકના ઉચ્ચ ધોરણ માટે સરકારે નવા લાયક શિક્ષકોની ભરતી કરવી જોઇએ. હાઇકોર્ટે સ્પષ્ટ ઠરાવ્યું હતું કે, લાયકાત વગરના શિક્ષકોને આવી રીતે ધો.6 થી 8નાં વર્ગોમાં ભણાવવા દેવાશે નહીં.

અદાલતે આ મુદ્ા પર તાકિદે જવાબ રજૂ કરવા રાજયના પ્રાથમિક શિક્ષણ વિભાગના નિયામકને આદેશ આપ્યો છે. હાઇકોર્ટના અવલોકણથી શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે.