મિયાણીના 2 સગા ભાઈઓ ઈન્ડિયન આર્મીમાં નિવૃત થતા ગ્રામજનો દ્વારા સ્વાગત, સન્માન કરાયું

મિયાણીના 2 સગા ભાઈઓ ઈન્ડિયન આર્મીમાં નિવૃત થતા ગ્રામજનો દ્વારા સ્વાગત, સન્માન કરાયું
મિયાણીના 2 સગા ભાઈઓ ઈન્ડિયન આર્મીમાં નિવૃત થતા ગ્રામજનો દ્વારા સ્વાગત, સન્માન કરાયું
હળવદ તાલુકા ના મિયાણી ગામના વતની બે સગા ભાઈઓ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી દેશના સીમાળાઓની રક્ષા કરતા હતા. ત્યારે વય મર્યાદાના કારણે નિવૃત થતા સમસ્ત મિયાણી ગામે ઉમળકાભેર આવકારી બંને વીર જવાન બંધુઓનું સ્વાગત અને સન્માન કર્યું હતું

Subscribe Saurashtra Kranti here

હળવદ તાલુકાના મિયાણી ગામના વતની જેઓ ઇન્ડિયન આર્મી માં ફરજ બજાવી વય મર્યાદાના લીધે નિવૃત થતા આર્મીમાં નરસિંહભાઈ મનજીભાઈ પરમાર નિવૃત થતા તેમના માદરે વતન પરત ફર્યા હતા

તેમના સગાભાઈ મુકેશભાઈ મનજીભાઈ પરમાર પણ ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવી 2 વર્ષ પહેલાં વય મર્યાદાના લીધે નિવૃત થયા હતા પરંતુ કોરોના મહામારીના કારણે તેમનું સન્માન થઈ શક્યું નહોતું

ત્યારે તેમના ભાઈ વય મર્યાદાના કારણે સેવા નિવૃત થતા સમસ્ત મિયાણી ગામ દ્વારા ભારતીય સેના માં નિષ્ઠાપૂર્વક ફરજ બજાવીને વતન પરત આવતા બંને ભાઈઓનું સમસ્ત ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

ભવ્ય સન્માન સમારોહનું પણ મિયાણી પ્રાથમિક શાળા ખાતે આયોજન કરાયું હતું હળવદ તાલુકાનું ગૌરવ એવા અનુ.જાતિ સમાજના બંને ભાઈઓનું ગામના તમામ સમાજ ના આગેવાનો એ સાલ ઓઢાળી સન્માન પત્ર આપી સ્વાગત કર્યું હતું.

આ તકે મિયાણી શાળાના ફરજ બજાવી વર્તમાન સમયે ટિકર સરકારી શાળાના આચાર્ય ચતુરભાઈ પાટડીયાએ પ્રસંગોચિત ઉદબોધન કર્યું હતું કાર્યક્રમ માં ભારત માતા કી જય, વંદે માતરમના નાદથી વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું

આ કાર્યક્રમ માં મિયાણી ના સમસ્ત ગ્રામજનો તેમજ મિયાણી પ્રાથમિક શાળા દ્વારા અને હળવદ ભાજપ પરિવાર અને રોટરી કલબ ટીકર અને આંબેડકર ગ્રૂપ ટીકર સ્ટાફ તેમજ ગામના તમામ સમાજના લોકોએ વિવિધ મોમેન્ટો અને સાલ અને ફૂલના હાર પહેરાવી સ્વાગત કર્યું હતું.

કાર્યક્રમની શુભ શરુયાત દીપ પ્રાગટય કરી અને પ્રારંભ કર્યો હતો. ત્યાર બાદ મિયાણી શાળાના પૂર્વ શિક્ષક હસમુખભાઈ જાદવ સહિત કોરોનાના કારણે અવશાન પામનારાઓના આત્માને શાંતિ માટે 2 મિનિટ મૌન પાડ્યું હતું

કાર્યક્રમના અંતે રાષ્ટ્રગીતનું સમૂહમાં ગાન કર્યું હતું અને કાર્યક્રમ બાદ ગામના મુખ્ય માર્ગમાં ભારત માતા કી જયના નારા સાથે રેલી નિકળી હતી. દેશ ભક્તિના રંગે રંગાઈ ગયું હતું

Read About Weather here

આ કાર્યક્રમને સફળ બનાવા માટે ગામના વિકાસ કુરિયા, નિલેશ આહીર, કેતન પરમાર, ટીનેશ કુરિયા, શૈલેષ ઝીંઝુવાડિયા તેમજ મિયાણી પ્રાથમિક શાળાના સમગ્ર સ્ટાફએ ભારે જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here