દીકરીઓનો લગ્નોત્સવ વ્હાલુડીનાં વિવાહ-4ના ફોર્મ વિતરણ શરૂ

દીકરીઓનો લગ્નોત્સવ વ્હાલુડીનાં વિવાહ-4ના ફોર્મ વિતરણ શરૂ
દીકરીઓનો લગ્નોત્સવ વ્હાલુડીનાં વિવાહ-4ના ફોર્મ વિતરણ શરૂ

૩૧ ઓગસ્ટ સુધીમાં દીકરીઓ ફોર્મ મેળવી શકશે

દીકરીઓનો લગ્નોત્સવ વ્હાલુડીનાં વિવાહ-4 ની તડામાર તૈયારીઓ

વ્હાલુડીનાં વિવાહમાં કરિયાવરરૂપી ભેટ અથવા રોકડ સ્વરૂપમાં દાન આપવા સંસ્થા દ્વારા અપીલ

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા સતત ચોથા વર્ષે વ્હાલુડીના વિવાહ -4 યોજવા જઈ રહી છે. માતા- પિતાની છત્રછાયા ગુમાવેલ અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ ગરીબ પરીવારની રર દીકરીઓને સતત ચોથા વર્ષે પરણાવવાનો દીકરાનું ઘર દ્વારા સંકલ્પ કરાયો છે. કોરોનાની પરિસ્થિતિમાં જે દીકરીઓ એ માતા- પિતા અથવા પિતાની છત્રછાયા ગુમાવેલ હશે તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.

Subscribe Saurashtra Kranti here

આ ઉપરાંત ગુજરાતનાં કોઈપણ ખૂણેથી દેશની રક્ષા કાજે શહિદ થયેલ જવાનની દીકરીને તેમની ઈચ્છા અને પરંપરા મુજબ પરણાવવાનો સંકલ્પ પણ કરાયો છે. 20 જુલાઈથી ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવેલ છે. 31 ઓગષ્ટ સુધી નિરાધાર દીકરીઓ માટે ૩૦૫, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, ટાગોર રોડ ઉપરથી સાંજે ૪ થી ૭ ફોર્મ મળી શકશે.

દીકરાનાં ઘરના 171 સુખી સંપન્ન પરિવારના કાર્યકર્તાઓ જાણે પોતાની દીકરીઓ કે બહેનઓ પરણતી હોય તેવા ઉત્સાહ સાથે તૈયારી કરે છે. ચાલુ સાલ પણ અત્યાર સુધીમાં ૩૮ દીકરીઓના ફોર્મનું વિતરણ થયું છે. વધુને વધુ દીકરીઓ આ વહાલુડીના વિવાહમાં ભાગ લે એ માટે કોઈ વ્યકિતના ધ્યાનમાં આવી કોઈ દીકરીઓ આવે તો આવી દીકરીઓને સંસ્થા સુધી પહોંચાડવા અપીલ કરાઈ છે.

Read About Weather here

આ વહાલુડીના વિવાહમાં દીકરાનું ઘરના ટ્રસ્ટીઓ સર્વ પ્રતાપભાઈ પટેલ, શિવલાલભાઈ આદ્રોજા, ડો.નિદત બારોટ, મૌલેશભાઈ ઉકાણી, વલ્લભભાઈ સતાણી સહિતના શહેર શ્રેષ્ઠીઓ માર્ગદર્શન પૂરું પાડી રહયા છે. વહાલુડીના વિવાદમાં કરીયાવર રૂપી ભેટ અથવા રોકડ સ્વરૂપમાં દાન આપવા સંસ્થા દ્વારા અપીલ કરવામાં આવી છે. જે માટે મુકેશ દોશી–  ૯૮૨૫૦૭૭૭૨૫, સુનીલ વોરા– ૯૮૨૫૨૧૭૩૨૦, નલીન તન્ના- ૯૮૨૫૭૬૫૮૫૫ અને અનુપમ દોશી– ૯૪૨૮૨૩૩૭૯૬ ઉપર સંપર્ક કરવા અપીલ કરાઈ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here