દેશભરમાં ચક્ષુદાન અભિયાનનો પ્રારંભ

દેશભરમાં ચક્ષુદાન અભિયાનનો પ્રારંભ
15 વર્ષ જૂના વાહનો ગણાશે ભંગાર..!

ઘેર બેઠા ચક્ષુદાન સંકલ્પ પત્ર ભરી શકાશે

સંકલ્પ વર્કશોપ સેમીનાર યોજાયો, સૌરાષ્ટ્રનાં 35 ગ્રુપનાં 250 થી વધુ સભ્યો ઉપસ્થિત રહ્યા

જૈન સોશ્યિલ ગ્રુપ્સ ઇન્ટ. ફેડરેશનનાં સૌરાષ્ટ્ર રિજીયનનાં ચેરમેન ડો.ચેતન વોરા માર્ગદર્શન હેઠળ અને જૈન સોશ્યિલ ગ્રુપ રાજકોટ મિડટાઉનનાં સહકારથી એક સંકલ્પ વર્કશોપ સેમિનાર યોજાયો. જેમાં સૌરાષ્ટ્રનાં ૩૫ ગ્રુપ્સનાં 250 વધુ સભ્યો ઉપસ્થિત રહેલ.

Subscribe Saurashtra Kranti here

હાલના ફેડરેશનનાં અધ્યક્ષ લલિતભાઈ શાહ દ્વારા જોય ઓફ ગિવિંગ, સિર્ફ દેના હે લેના નહીં હૈ નું સૂત્ર ફેડરેશનનાં ૪૦૩ ગ્રુપ્સનાં બાસઠ હજાર સભ્યોને આગામી બે વર્ષ માટે આપવામાં આવેલ છે, તે અંતર્ગત સામાજિક પ્રવૃત્તિના ભાગ રૂપે અલગ-અલગ કમિટીની રચના કરવામાં આવેલ છે.

જેમાં આઈ ડોનેશન ડ્રાઈવ ચક્ષુદાન અભિયાન કમિટીના ચેરમેન તરીકે રાજકોટનાં ઉપેનભાઈ મોદીની વરણી કરવામાં આવેલ છે. આઈ ડોનેશન ડ્રાઈવ કમિટી દ્વારા એક સુંદર મજાની ચક્ષુદાનની જન જાગૃતિ માટે ડિજિટલ વિડીયો કલીપ બનાવવામાં આવેલ છે.

સંકલ્પ વર્કશોપનાં પ્રારંભમાં જૈન સોશ્યિલ ગ્રુપ ફેડરેશનનાં મહાસચિવ અભયભાઈ નાહર, વાપી, રિજીયન ચેરમેન ડો.ચેતનભાઈ વોરા, ગાંધીધામ અને ફેડરેશનનાં ઉપપ્રમુખ મનીષભાઈ દોશી રાજકોટ, ફેડરેશનના ઇન્ટરનેશનલ ડાયરેકટરો નિલેશભાઈ કામદાર રાજકોટ,રાજેશભાઇ શાહ ગાંધીધામ, અને જયેશભાઇ શાહ ભુજ ના શુભ હસ્તે એક ડિજિટલ ચક્ષુદાન સંકલ્પ પત્રનું લોકાર્પણ કરવામાં આવેલ.

આ ડિજિટલ સંકલ્પ પત્ર સમગ્ર વિશ્વમાંથી કોઈપણ ઉંમરની વ્યક્તિ નાત-જાતના ભેદભાવ વગર, પોતાના મોબાઈલ દ્વારા ફેસબુક, ટ્વીટર અને ઇ-મેઇલ દ્વારા ભરી શકશે અને તુરત જ તે ફોર્મની કોપી અમારી આઈ ડોનેશન કમિટી મળી જશે. અને એક કોપી ભરનારને ઇમેઇલ દ્વારા મળી જશે.

Read About Weather here

આ ડિજિટલ ચક્ષુદાન સંકલ્પ પત્ર લોકાપર્ણ પ્રસંગે જણાવતા ફેડરેશનના મહાસચિવ અભયભાઈ નાહરએ જણાવેલ કે, જેન સોશ્યિલ ગ્રુપ્સ ઇન્ટ. ફેડરેશનનાં 403 ગ્રુપ્સનાં બાસઠ હજારથી વધુ સભ્યો જોડાયેલા છે. કાર્યક્રમની સફળતા માટે રિજીયનનાં હોદ્દેદારઓ અને જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ મિડટાઉનનાં હોદ્દેદાર અને કારોબારી સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here