આજના મોર્નીગ ન્યુઝ પર એક નજર

આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર
આજના મોર્નિંગ ન્યુઝ પર એક નજર

(1) મધ્યપ્રદેશમાં ભારે વરસાદથી મોટાભાગની નદીઓ ભયજનક સપાટીએ : ગ્વાલિયર -ચંબલના 1171 ગામો પાણીમાં ગરકાવ: સાગર મડીખેડા ડેમના 10 ગેટ ખોલાયા: શિવપુરી, ગ્વાલિયર, ભિંડ અને દતિયામાં ગામો પાણીમાં ડૂબ્યા: શિવપુરી પાસે ભારે વરસાદને કારણે રેલવે ટ્રેક પણ પાણીમાં : રેલસેવા ખોરવાઈ : કેટલીક ટ્રેનો રદ કરાઈ

(2).અમેરિકી સંરક્ષણ મંત્રાલયના વડામથક પેન્ટાગોન બહાર ભારે ફાયરીંગ : અનેક ઘાયલ:પેન્ટાગોનને લોકડાઉન કરાયું કોઈને બહાર જવાની મંજૂરી નથી: વિશ્વમાં સૌથી સુરક્ષિત જગ્યામાં મેટ્રો સ્ટેશન નજીક અંધાધૂંધ ગોળીબાર કર્યા બાદ હુમલાખોર રસ્તા પર ફરી રહેલો દેખાતો હતો: આ ઘટનાથી વિસ્તારમાં તણાવ સર્જાયો

(3).સાયબર ક્રાઈમમાં 300 ટકાનો વધારો, લોકોએ છેલ્લા 7 મહિનામાં ઓનલાઈન ફ્રોડમાં 3 કરોડ ગુમાવ્યા: સાયબર ક્રાઈમ અંગે અવેરનેસ માટે પોલીસ વિદ્યાર્થીઓના સહારે:

Subscribe Saurashtra Kranti here

(4).હવામાન વિભાગ દ્વારા મધ્યમથી અતિ ભારે વરસાદની આગાહી રાજકોટમાં ઝરમર વરસાદ વરસ્યો, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી

(5).મહારાષ્ટ્રમા પૂર પીડિતો માટે 11,500 કરોડનું રાહત પેકેજ : ઠાકરે સરકારની મોટી જાહેરાત: મકાનો નાશ પામ્યા છે તેમને આપવામાં આવશે 1.5 લાખ: અસરગ્રસ્ત દુકાનદારો માટે 50 હજાર અને નાના દુકાનદારો માટે 10 હજારની સહાય જાહેર : 16 હજાર દુકાનો, નાના વ્યાપારી માટે આર્થિક મદદ મળશે

(6).રાજકોટમાં પાડોશીના ત્રાસથી કંટાળી દંપતી મનપાના પટાંગણમાં આત્મવિલોપન કરવા પહોંચ્યું, પોલીસે અટકાયત કરી પાડોશી દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કર્યા કરતા હોવાનો આરોપ લગાવ્યો

(7).શ્રાવણ,તહેવારોમાં કોવિડ માટે કાળજી નહીં રખાય તો ખતરો: ઓગસ્ટ મહિનામાં કોરોનાની ત્રીજી લહેર ઓકટોબરમાં પિક ઉપર : પર્યટન માટે જાણીતા ગુજરાતીઓએ હાલમાં પ્રવાસ ઉપર અંકુશ રાખવો હિતાવહ, ત્રીજી લહેરને નાથવા ડોકટર્સ, પેરામેડિકલ સ્ટાફ સહિતના લોકોને ટ્રેઇનિંગ ચાલુ કરાઇ

(8). કપિલ શર્માના પ્રથમ શોમાં અક્ષય કુમાર મહેમાન બનશે: કપિલ શર્મા શો માટે દર્શકો ભારે આતુર : અક્ષય શોમાં ફિલ્મ બેલ બોટમનું પ્રમોશન કરવા પહોંચશે

Read About Weather here

(9). યુનિવર્સિટીના બીએ, બી.કોમના રેમેડિયલની 17મીથી પરીક્ષા: પાંચમા સેમેસ્ટરના 2016ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો નિર્ણય

(10).રાજ્યમાં કોરોના કાબુમાં : નવા 17 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 42 દર્દીઓ સ્વસ્થ થયા : આજે એકપણ દર્દીનું મૃત્યુ નહીં : કુલ મૃત્યુઆંક 10.076 : કુલ 8.14.637 લોકોએ કોરોનાને હરાવ્યો

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here