દામનગરની મુખ્ય બજારોના રસ્તા બિસ્માર: લોકોમાં રોષ

દામનગરની મુખ્ય બજારોના રસ્તા બિસ્માર: લોકોમાં રોષ
દામનગરની મુખ્ય બજારોના રસ્તા બિસ્માર: લોકોમાં રોષ

10 લાખના ખર્ચે આર.સી.સી. રોડ કાગળ ઉપર બની તો નથી ગયો ને ? : શહેરીજનોમાં ચર્ચા

દામનગર શહેરના સરદાર ચોક ફરતે આર સી સી રોડ માટે વર્ષ 15-16ની દરખાસ્તથી મંજુર થઈ આવેલ 10 લાખ ખર્ચે 15% વિવેકાધીન ગ્રાન્ટનો રસ્તો ક્યારે બનશે ? શહેરના હાર્દ સમાં સરદાર ચોક સર્કલ ફરતે રૂપિયા દસ લાખ ના ખર્ચે આર સી સી કાગળ ઉપર બની તો નથી ગયોને ? તેવું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે

Subscribe Saurashtra Kranti here

વરસાદી પાણીના ચાલતા વહેણ માં દર વર્ષે પાલિકા ડામર રોડ બનાવે છે અને ગુજરાત સરકારે માર્ગ રિપેરીગ માટે અલગથી પણ ગ્રાન્ટ ફાળવી હતી આ બંને ગ્રાન્ટ પછી પણ સરદાર ચોક ની હાલત કેમ નથી બદલી ? 40 લાખ કરતા વધુ રકમનું રિપેરીગ શુ કરાવ્યું ?

ભૂગર્ભ ગટર ઢાંકણ કચરા પેટી રિપેરીગ પાછળ 40 લાખ જેવી મોટી રકમ વાપરી હોય તો પાલિકાના સ્ક્રેપ રજીસ્ટરે કેટલો ભંગાર આવ્યો ? એક જ દુકાન થી ત્રણ ભાવ માંગવાનું નાટક રચી કાયમી સરકારી નાણાંની ઉચાપત રોકવી તંત્રની ફરજ છે હેડ રાઇટ્સ પ્રુફ એક્સપર્ટની મદદ લેવાય તો ભારે ગોબરો વહીવટ સામે આવે તેમ છે

શહેરની મુખ્ય બજાર રસ્તા ઓ બિસમાર આટલા મોટા મુખ્ય વાણિજ્ય બજારમાં સરદાર ચોકથી જૂની શાકમાર્કેટ સુધી એક પણ જાહેર ટોયલેટ નહિ પેવરબ્લોક રસ્તાઓમાં રચ્યા પચ્યા રહેતા તંત્ર દ્વારા મુખ્ય બજારની સફાઈ રવિવારે બંધ રખાય છે

Read About Weather here

શહેરીજનોને પ્રાથમિક સુવિધા મળતી નથી ભારે લાચારી ભોગવતા શહેરીજનો ની સમસ્યા ઉકેલાય તેવી પ્રબળ માંગ ઉઠી રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here