ક્રિમ બ્રાંચનો બાતમીદાર પોતાના હિસ્સાનાં 10% લઇ રાજસ્થાન ભાગી ગયો..?

ક્રિમ બ્રાંચનો બાતમીદાર પોતાના હિસ્સાનાં 10% લઇ રાજસ્થાન ભાગી ગયો..?
ક્રિમ બ્રાંચનો બાતમીદાર પોતાના હિસ્સાનાં 10% લઇ રાજસ્થાન ભાગી ગયો..?

બાહુબલી ટીમે નવા નિશાળીયા સટ્ટોડીયાને લાખોમાં ભીંજવી નાખ્યા બાદ તપાસનું ફીડલું વળવા સામાન્ય ગુનો પોલીસ ચોપડે બનાવ્યો હોવાની ચર્ચા

સામાકાંઠે મીની દુબઈ ગણતા વિસ્તારમાં ક્રિમ બ્રાંચે કરેલો લાખોની રકમનાં તોડ પ્રકરણમાં બાહુબલી ટીમનાં બાતમીદાર પોતાના હિસ્સાની 10 ટકા રકમ લઇ રાજસ્થાન ભાગી ગયો હોવાની ચર્ચા થઇ રહી છે.

રાજકોટ શહેરને રંગીલું રાજકોટનું નામ લોકોએ આપ્યું છે. પરંતુ રંગીલા રાજકોટમાં પોલીસનાં છુપા આશિર્વાદથી અનેક પ્રકારની ગેરકાયદે પ્રવૃત્તિઓ ચાલી રહી હોવાનો ભૂતકાળમાં અનેકવાર જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હોય છતાં ઉચ્ચ અધિકારીનાં છુપા આશિર્વાદનાં કારણે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓનો કોઈ વાળ વાંકો કરી શકતું નથી.

Subscribe Saurashtra Kranti here

તેવી જ રીતે ગત અઠવાડિયે શહેરનાં સામાકાંઠે વેલી સભ્ય સમાજની વાડી પાસેથી ક્રિમ બ્રાંચની બાહુબલી ટીમે પોતાનાં બાતમીદારનું નેટવર્ક કામે લગાડ્યું હતું. તે અરસામાં બાહુબલી ટીમનો બાતમીદારે આ જ વિસ્તારમાં રહેતો અને આ વિસ્તારનાં કેટલાક મગરમચ્છો (મોટા ગજાનાં સટ્ટોડીયા) નાં સંપર્કમાં રહી મસમોટો સટ્ટો રમતો હોવાની બાતમી બાતમીદારે બાહુબલી ટીમને આપતા વરસાદી ટાઢોડાનાં માહોલમાં ક્રિમ બ્રાંચની બાહુબલી ટીમને ક્રિમ ખાવાની ઈચ્છા થઇ હોય તેમ બાતમીદારે જણાવેલ સ્થળે પોતાની વોચ ગોઠવી હતી તે દરમ્યાન સામાકાંઠે આવેલી સભ્ય સમાજની વાડી પાસેથી બાતમીદારે આપેલા વર્ણનવાળા યુવકને પોલીસે ઉઠાવી લીધો હતો નવો નિશાળીયો દેખાતો આ શખ્સ પ્રથમ તો બાહુબલી ટીમને સામાન્ય સટ્ટોડીયો લાગ્યો હતો.

બાદમાં બાતમીદારે કહ્યા પ્રમાણે સટ્ટોડીયાનાં જુદા-જુદા ઈલેક્ટ્રોનિક ઉપકરણો પોલીસે ચેક કરતા ક્રિમ બ્રાંન્ચની બાહુબલી ટીમની પણ આંખો ચાર થઇ ગઈ હતી. કારણ કે, નવા નિશાળીયા જેવા સામાન્ય સટ્ટોડીયાનાં ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મોટા ગજાનાં સટ્ટોડીયા સાથે અંદાજે અડધા કરોડનાં વ્યવહારો જોવા મળ્યા હતા.

ત્યારબાદ સટ્ટોડીયાને લગતી વળગતી જગ્યાએ બાહુબલી ટીમ લઇ જતા અને આ સટ્ટોડીયાનાં લગતા વળગતાઓને જાણ થતા મોટા ગજાનાં સટ્ટોડીયાએ આ કાંઠે પોલીસે સાથે સારો મનમેળ ધરાવતા લોકોને જાણ કરી ભલામણોનો ઘેર શરૂ કર્યો હતો.

Read About Weather here

એક બાજુ રાજકીય આકાઓની ભલામણો અને બીજી બાજુ ક્રિમ તારવાની વાત સામે હોય પોલીસે રાજકીય આકાઓને પણ નારાજ નહીં કરી પોલીસ ચોપડે સામાન્ય જુગારનો કેસ નોંધી સટ્ટોડીયા પાસેથી લાખોની રકમનો તોડ કરી લીધો હતો. મોટી રકમનો તોડ થયો હોવાનું જનતા બાતમીદાર પોતાનો હિસ્સો લેવા બાહુબલી ટીમ પાસે પહોંચી ગયો હતો. પોલીસને આપવાના બદલામાં મળેલી 10 ટકા હિસ્સો બાતમીદાર લઇ રાજસ્થાન ભાગી ગયો હોવાની ચર્ચા થઇ રહી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here