કુલપતિ-ઉપકુલપતિ પોતાનો સ્વબચાવ માટે ખેલ નથી પડ્યો’ને?

કુલપતિ-ઉપકુલપતિ પોતાનો સ્વબચાવ માટે ખેલ નથી પડ્યો’ને?
કુલપતિ-ઉપકુલપતિ પોતાનો સ્વબચાવ માટે ખેલ નથી પડ્યો’ને?

માટી કૌભાંડ મામલે રજીસ્ટ્રાર જતીન સોનીને સસ્પેન્ડ કરી ગુનો દાખલ કરવા NSUI ની માંગ

બહુચર્ચિત માટી કૌભાંડ મામલે તપાસ કમિટીની આજે બીજી મિટીંગ હોવાથી એન.એસ.યુ.આઈ દ્વારા કુલપતિ સમક્ષ કૌભાંડીઓને સતાધીશો ચાવ્ર્તા હોવાનો આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. એન.એસ.યુ.આઈ.ના પ્રમુખ રોહિતસિંહ રાજપૂતે રજૂઆતનો કાગળ ફાડી વિરોધ દર્શાવ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

કુલપતિને રજૂઆત કરતા જણાવ્યું હતું કે, અમારી રજુઆતો માત્ર ફોટા પડાવવા નથી કર્તા અમારી માંગો શાંતિપૂર્ણ સાંભળી કાર્યવાહી કરો. રજૂઆતમાં વધુમાં  જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા નેકના ઇન્સ્પેક્શન સંદર્ભ મંજુર કરેલા રૂ .97 ના વિવાદાસ્પદો બીલોમાં માટી કૌભાંડ મુદે તપાસ સમીતિની રચના કરવામાં આવી હતી.

માટીકૌભાંડ મામલે તમામ પ્રાથમિક બાબતોને ધ્યાનમાં રાખતા તત્કાલીન ઈન્ચાર્જ રજીસ્ટાર જતીન સોની દ્રારા સમગ્ર કૌભાંડના મુખ્ય આચરનાર હતા.  નવાઇની બાબત એ છે કે તપાસ કમીટીએ તપાસ હજુ કરી નથી કે રીપોર્ટ સુપ્રત કર્યા નથી એ પહેલા આ કૌભાંડના મુખ્ય જતીન સોનીએ તબિયત અને પારિવારિક ખોટા કારણોસર રાજીનામુ ધરી દીધુ છે અને યુનિ. ના સતાધિશોએ એ મંજુર પણ કરી દીધુ તે દુ:ખદ બાબત છે .

ભુતકાળની જેમ તમામ કૌભાંડોમા તપાસ સમીતીના નામે દોષિતોને છાવરવાનુ કામ ફરી સતાધિશોએ દેખાડી દીધુ તે વિદ્યાર્થીજગત માટે શરમજનક બાબત છે.  જ્યારે યુનિ ના કુલપતિ એક તરફ એવું કહેતા હોય તપાસ સંપુર્ણ પારદર્શક થશે અને જવાબદારો સામે કાયદાકીય યોગ્ય કાર્યવાહી કરીશુ તો ચાલુ તપાસે કેમ રાજીનામાનો સ્વીકાર્ય કર્યો. ક્યાક આ સમીતિનો રીપોર્ટમાં કુલપતિ અને ઉપકુલપતિ નામ પણ સંડોવાયેલ હોય અને પોતે પોતાને સ્વબચાવ માટે આ ખેલ નથી પાડ્યો ને તે મોટા સવાલ છે.

તપાસમાં અમુક કોન્ટ્રાક્ટરોએ આટલા સમયથી હજુ પુછપરછ માટે સમીતી સમક્ષ હાજર નહી થયા અને ફોન બંધ કરી હતા એટલે ક્યાંક સતાધિશો સમ્રગ મામલો રફેદફે કરી રહ્યા છે તે દુ:ખદ બાબત છે . NSUI ની સ્પષ્ટ માંગ છે આ કૌભાંડના મુખ્ય જવાબદાર વ્યક્તિ તત્કાલીન રજીસ્ટ્રાર જતીન સોની તેમજ અન્ય જવાબદાર વ્યક્તિઓ પર યુનિવર્સિટી તરફથી તમામ પદો પરથી સસ્પેન્ડ કરવામાં આવે અને તેમના પર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે તેવી સ્પષ્ટ માંગ છે.

Read About Weather here

મારી માંગ સ્વીકારવામાં નહીં આવે તો NSUI ગાંધી ચિંધ્યા માર્ગે યુનિવર્સિટી વિરુદ્ધ ધરણા પ્રદર્શન કરી વિરોધ દર્શાવશે જેની તમામ જવાબદારી સતાધિશોની રહેશે તેમ જણાવ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here