મનપાની પ્રિ-મોન્સુનની કામગીરી પાણીમાં ગરકાવ!

મનપાની પ્રિ-મોન્સુનની કામગીરી પાણીમાં ગરકાવ!
મનપાની પ્રિ-મોન્સુનની કામગીરી પાણીમાં ગરકાવ!

છેલ્લા કેટલાક દિવસોથી અસહય બફારા અને ગરમીથી ત્રાહિમામ લોકો વરસાદની આતુરતાથી રાહ જોઇ રહયા હતા. મેઘરાજાએ મન મનાવી લીધુ હોય તેમ છેલ્લા 48 કલાકમાં 8 ઇંચ વરસાદ પડયો હતો. શનિ અને રવિવારે ધોધમાર વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.

દર વર્ષે પ્રિ-મોનસુનની કામગીરી કરાય છે છતાં શહેરમાં ચાર કે પાંચ ઇંચ જેટલો પણ વરસાદ પડે તો ગોઠણ ડુબ પાણી ભરાતા વાહનો બંધ થઇ જાય છે અને ટ્રાફિક જામ થઇ જાય છે.

Subscribe Saurashtra Kranti here

ચોમાસામાં વરસાદના પાણીના નિકાલની કાયમી ઉકેલ આવતો નથી! રાજકોટમાં અનેક વોકળાઓ હતા તેમાંથી મોટાભાગના બુરાઇ ગયા છે. જે હાલમાં છે તેમાં નિયમીત સફાઇ થતી નથી. ઉપલાકાંઠો, રેલનગર, મવડી, યુનિવર્સિટી, રેસકોર્ષ રોડ સહિતના વિસ્તારોમાં કલાકો સુધી પાણી ભરાયા હતા.

દર વર્ષે ચોમાસામાં અનેક વિસ્તારોમાં પાણી ભરાતા હોવા છતાં હજી સુધી પાણી નિકાલ માટે ચોક્કસ આયોજન કરાતું નથી. શહેરમાં આડેધડ ગેરકાયદે બાંધકામોથી રોડ ટૂંકા થઇ ગયાં તેનાથી વરસાદી પાણીનો નિકાલ થતો નથી. ઠેર-ઠેર ખાડાઓ પડી રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓ પડી હતી. ડામર ઉખડીને રસ્તા પર આવ્યા હતા. જો 24 કલાકમાં 8 ઇંચ વરસાદ પડે તો ઠેર-ઠેર પાણી ભરાયાની સમસ્યા જોવા મળે તો આગામી દિવસમાં વધુ વરસાદ પડે તો રાજકોટની શું હાલત થાય? પાણીના નિકાલ માટે નક્કર આયોજન થાય તો જ શહેરમાં પાણી ભરાવાની સમસ્યાનો પ્રશ્ર્ન હલ થાય.

Read About Weather here

શહેરમાં ચોમાસા પહેલા કેટલા વોકળા હતા. ત્યાં શું પરિસ્થિતી છે સફાઇ બરાબર થાય છે કે કેમ? વોકળા પર દબાણો કેટલા છે. પહોળા કરેલા રસ્તા પર કેટલું દબાણ ખડકાઇ ગયું છે. સહિતની બાબતોમાં નક્કર કામગીરી કરાય તો જ ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાનો અંત આવી શકે. દર વર્ષે પ્રિ-મોન્સુનની કામગીરી થાય છે અને થતી રહેશે પણ પાણી ભરાવાની સમસ્યા ‘જૈસે-થે’ની જેમ જોવા મળતી રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here