આગની ભીષણબાજી માં હોટલ બળીને ખાખ

આગની ભીષણબાજી માં હોટલ બળીને ખાખ
આગની ભીષણબાજી માં હોટલ બળીને ખાખ

રિલાયન્સનાં પેટ્રોલ પંપની બાજુમાં ભિષણ આગ લાગતા ફાયર બ્રિગેડ દ્વારા સત્વરે કામગીરી કરતા મોટી દુર્ઘટના ટળી:

ફાયર સ્ટાફે ત્રણ વ્યક્તિને રેશ્ક્યુ કરી બચાવ્યા: એકને ઈજાથતા સારવારમાં ખસેડાયા: 3 કલાક પાણીનો મારો ચલાવી આગ કાબુમાં કરાઈ: આગના કારણે મોટું નુકશાન થયાનો અંદાજ

Subscribe Saurashtra Kranti here

શહેરનાં લીંબડા ચોક પાસે રિલાયન્સનાં પેટ્રોલ પંપ પાસે આવેલી હોટલ સિલવર સેન્ડમાં કોઈ કારણોસર મોડી રાત્રીનાં ભિષણ આગ ભભૂકી ઉઠતા ફાયર કાફલો ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ કાબુમાં કરી ત્રણ વ્યક્તિઓને રેસ્ક્યુ કરી જીવ બચાવ્યા હતા.

ફાયરની સત્વરે કામગીરીનાં કારણે બાજુમાં રિલાયન્સનો પેટ્રોલ પંપ હોય જો આગ મોટી દુરઘટના સર્જે તે પૂર્વે જ સ્ટાફ દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં કરી લેતા મોટી દુરઘટના સહેજમાં ટળી હતી.

આ અંગેની વિગત મુજબ લીંબડા ચોક પાસે આવેલી હોટલ સિલ્વર સેન્ડમાં મોડી રાત્રીનાં આગ લાગવાની ખબર મળતા ફાયર બ્રિગેડનો સ્ટાફ એકફાયર ફાઈટર સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

હોટલનાં માલિક કિરણભાઈ ચંપકભાઈ રૂપારેલ તથા હોટલનાં મેનેજર ઉમંગભાઈ, કુંદનભાઈ, દીપકભાઈ સહિતનો સ્ટાફ હોટલની બહાર નીકળી ગયા હતા.

ફાયર સ્ટાફ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી હોટલનાં રૂમમાં ફસાયેલા ધર્મેન્દ્રભાઈ દવે, બ્રીજરાજ ગુપ્તા તથા ગુંજનભાઈ ઠાકરને બહાર કાઢવામાં આવ્યા હતા.

કૌશલભાઈને ઈજા થઇ હોવાથી તેઓને ૧૦૮ મારફતે સારવારમાં સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોટલનાં પ્રથમ માળે ભિષણ આગનાં કારણે ફાયર સ્ટાફે ત્રણ કલાક પાણીનો મારો ચલાવી મહામુસીબતે અગ્ને કાબુમાં કરી હતી.

Read About Weather here

આગના કારણે મોટું નુકશાન થયું હોવાનો અંદાજ આવી રહ્યો છે. ફાયર સ્ટાફની સત્વરિક કામગીરીનાં કારણે બાજુમાં રિલાયન્સનો પેટ્રોલપંપ હોય જેથી મોટી દૂરઘટના સહેજમાં ટળી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here