પીએમ.-સીએમ.ના બેનર્સ પર કાળી શાહી લગાડનાર એકતા મંચના 3 કાર્યકર્તા પકડાયા

પીએમ.-સીએમ.ના બેનર્સ પર કાળી શાહી લગાડનાર એકતા મંચના 3 કાર્યકર્તા પકડાયા
પીએમ.-સીએમ.ના બેનર્સ પર કાળી શાહી લગાડનાર એકતા મંચના 3 કાર્યકર્તા પકડાયા

વેકિસનેશન બોર્ડમાં નુકશાન કરવા બદલ ત્રણેયને એક રાત જેલમાં વિતાવી પડી ; સીસીટીવી ફુટેજમાં ત્રણેય કાર્યકર્તા સૂત્રોચ્ચાર કરી માસ્ક વગર શાહી ચોપડતા જોવા મળતા ગુનો નોંધાયો
કિસાનપરા ચોકમાં વેકસિન બોર્ડ પર

શહેરના કિસાનપરા ચોક આઇ લવ યુ રાજકોટ નામના સેલ્ફી પોઇન્ટ પાસે મહાપાલિકાએ લગાડેલા વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટાવાળા હોર્ડિંગ પર કાળો શાહી કલર લગાડી માસ્ક પહેર્યા વગર જાહેરમાં આવી વેકિસનના હોર્ડિંગમાં નુકસાન પહોંચાડતાં પોલીસે મતદાર એકતા મંચના ત્રણ કાર્યકરો સામે ગુનો નોંધી ત્રણેયની ધરપકડ કરી છે.

Subscribe Saurashtra Kranti here

પ્ર.નગર પોલીસે આ બનાવ અંગે મવડી 150 ફુટ રીંગ રોડ પર આશ્રય ગ્રીન્સ એચ-401માં રહેતાં અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એસ્ટેટ વિભાગમાં આસી. મેનેજર તરીકે ફરજ બજાવતાં ભરતભાઈ લવજીભાઇ કાથરોટીયા (ઉ.વ.41)ની ફરિયાદ પરથી

અશોક નારણભાઇ પટેલ રહે. પંચવટી સોસાયટી-4, માધવ કૃપા રાજકોટ), અશોક નારણભાઇ બુટાણી (ઉ.વ.45-2હે. માયાણીનગર-1, પટેલ ભવન સામે રાજકોટ) અને મગન ગોપાલભાઇ ડરાણીયા (ઉ.વ.58-રહે. દ્વારકાધીશ સોસાયટી-1, શ્યામ ડેરી સામે રાજકોટ) વિરૂઘ્ધ આઇપીસી 269, 114 અને ધી પ્રીવેન્શન ઓફ ડેમેજ ટુ પબ્લીક પ્રોપર્ટી એકટની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

એસ્ટેટ વિભાગના આસી. મેનેજર ભરત લવજી કાથરોટીયાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ગુરૂવારે સાંજે પાંચેક વાગ્યે હું મારી ફરજ પર હતો ત્યારે સોશિયલ મિડીયામાં એક વિડીયો વાયરલ થયો હતો.

જેમાં રૈયા રોડ અન્ડર બ્રિજ બાલભવનની સામેના ભાગે સેલ્ફી પોઇન્ટ પઆઇ લવ રાજકોટથ છે ત્યાં ઉપરના ભાગે મ્યુ. કોર્પોરેશન દ્વારા બેનર લગાડવામાં આવ્યા છે.

આ હોર્ડિંગમાં કોરોનાની ફ્રી વેકસીનની જાણકારી આપતી વિગતો સાથે વડાપ્રધાન અને મુખ્યમંત્રીના ફોટા હોઇ તેના પર ત્રણ શખ્સો માસ્ક પહેર્યા વગર કાળો શાહી કલર લગાડતાં દેખાયા હતાં.

તેમજ સરકારની ફ્રી કોરોના વેકસીનની યોજનાનો વિરોધ કરી બેનરોને નુકસાન કરતાં દેખાયા હતાં.આ વિડીયોને આધારે અમે તપાસ કરતાં આ ત્રણ શખ્સો અશોક પટેલ, અશોક બુટાણી અને મગન ડરાણીયા હોઇ માસ્ક પહેર્યા વગર કોરોના ફેલાય તેવું કૃત્ય કરી તેમજ જાહેર મિલ્કતને નુકસાન પહોંચાડ્યું હોઇ

Read About Weather here

ત્રણેય સામે ફરિયાદ નોંધાવી હતી. ત્રણેયના આ કૃત્યથી મહાપાલિકના હોર્ડિંગમાં રૂ. 2500નું નકસાન થયું છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here