ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગું પાય,બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય…

ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગું પાય,બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય…
ગુરૂ ગોવિંદ દોઉ ખડે, કાકે લાગું પાય,બલિહારી ગુરૂ આપને ગોવિંદ દિયો બતાય…

ભારતએ આદ્યાત્મીક દેશ રહયો છે. સદીઓથી ભારતવર્ષનાં સંસ્કારોના પ્રકાશથી વિશ્ર્વભરના દેશો પ્રજ્જવલિત થતા રહયા છે. ભારતના ગુરૂના અખુટ જ્ઞાનના ભંડારનો આજ સુધી વિશ્ર્વના અનેક દેશો લાભ લેતા રહયા છે.

Subscribe Saurashtra Kranti here

ભારત દેશ સદીઓથી ગુરૂ જનોને સન્માન આપતો આવ્યો છે અને ગુરૂજનો પાસેથી જીવન અને કવનની દિક્ષા લઇને પોતાનું અને સર્વ સમાજનું શ્રેષ્ઠ કરતો આવ્યો છે.
ગુરૂ શિષ્ય પરંપરા એ વિશ્ર્વને ભારતે આપેલી બહુમુલ્ય ભેટ છે.

જીવનના દરેક તબક્કામાં એક ભારતવાસી માટે ગુરૂ ની ભુમીકા અત્યંત મહત્વ પુર્ણ રહી છે. સર્વ પ્રથમ વ્યકિતને તેના શૌશવ કાળમાં માતાના રૂપમાં ઉત્તમ ગૂરૂ પ્રાપ્ત થાય છે.

એ ગુરૂ શૈશવ કાળમાંથી કરૂણ અવસ્થા સુધી જીવનમાં ડગલે અને પગલે વ્યકિતના જીવનમાં સંસ્કારોનું સિંચન કરે છે

અને ભવિષ્યમાં સંપુર્ણ પણે સાત્વિક, પ્રામાણીક અને સર્વવાંગ સંપુર્ણ માનવી તરીકે વિકસીત કરવામાં જીવનના પ્રારંભીક તબક્રકે અદભુત યોગદાન આપે છે.

વ્યકિત તેના શીશુ કાળમાંથી જયારે સગીર અવસ્થામાં અને કિશોર અવસ્થામાં ડગલા માંડે છે ત્યારે વ્યકિતને શિક્ષકના રૂપમાં ગુરૂ પ્રાપ્ત થાય છે.

જે વ્યકિતના જ્ઞાનના સીમાડાઓ વિસ્તૃત કરવામાં અને ભીન્ન ભીન્ન વિષયોમાં પારંગત થઇ જ્ઞાની બનાવવામાં અદ્ભુત ફાળો આપે છે.

માનવી જયારે પુખ્ત અવસ્થામાં પહોંચે છે અને જુવાની ફાટફાટ થતી હોય છે ત્યારે તેનામાં પ્રચંડ શકિતનો ધોધ વહેવા લાગે છે.

વ્યકિતના જીવનનો આ ખુબ જ નિર્ણાયક તબક્કો હોય છે.

એ સમયે તેને સામાજીકની સાથે આધ્યાત્મિકતા સમજવાની પણ તાલાવેલી જાગતી હોય છે. આ સમયે જો યોગ્ય ગુરૂ મળી જાય તો તેના જીવનમાં એક અનોખો પ્રકાશ ફેલાય છે.

જીવનના આ તબક્કે મળતા ગુરૂ વ્યકિતને ઇશ્ર્વર તરફ જવાનો સાચો માર્ગ બતાવે છે અને આત્માના શુધ્ધીકરણ થકી વ્યકિતને સત્સંગ અને અધ્યાત્મિકતાના પાઠ ભણાવે છે.

જે વ્યકિતની જીવન શૈલીને એક અનોખા રંગમાં રંગી દે છે. સાચા ગુરૂ હંમેશા બાહ્યની સાથે સાથે આંતરીક શકિતઓની જયોત પણ પ્રગટાવવામાં બહુમુલ્ય યોગદાન આપે છે.

એ બાબતમાં આપણી સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડની ધરા ખુબ જ ભાગ્ય શાળી રહી છે. એકથી એક ચડીયાતા અદ્યાત્મક ગુરૂઓનું માર્ગદર્શન આપણા સમાજને મળતુ રહયું છે

Read About Weather here

એ બદલ આપણે એ તમામ મહાન ગુરૂઓને આજે ગુરૂપુર્ણીમાંના દિવસે સાથે મળીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીએ. એ મહાન ગુરૂઓનું ઋણ કદી ચુકતે કરી શકાશે નહીં.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here