ફિટકાર… ફિટકાર… ફિટકાર… માત્ર 6 વર્ષની માસુમ બાળા પર સગી માં-માસીનું “થર્ડ ડિગ્રી” ટોર્ચર

ફિટકાર... ફિટકાર... ફિટકાર... માત્ર 6 વર્ષની માસુમ બાળા પર સગી માં-માસીનું "થર્ડ ડિગ્રી" ટોર્ચર
ફિટકાર... ફિટકાર... ફિટકાર... માત્ર 6 વર્ષની માસુમ બાળા પર સગી માં-માસીનું "થર્ડ ડિગ્રી" ટોર્ચર

બંધક પુત્રીને કૌટુંબિક સગાએ રૂમમાંથી છોડાવી ;  ઇજાગ્રસ્ત પુત્રીને જોઈ ગ્રામજનોનું હદય કપિ ઉઠ્યું

થાનગઢના નવાગામમાં 6 વર્ષીય પુત્રીને ઘરકામ કરાવવા બાબતે તેની માતા – માસી શારીરિક માનસિક ત્રાસ આપી સાણસી વડે ચિટિયા ભરી શરીર પર ગંભીર ગંભીર ઇજાઓ કરી હતી. ઇજાગ્રસ્ત પુત્રીને પરિવારજનોએ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.

Subscribe Saurashtra Kranti here

પ્રાપ્ત વિગતો મુજબ થાનગઢના નવાગામમાં રહેતી પાયલ ભવાન મીઠાપરા (ઉ.વ 6) ને તેની માતા રંજન તથા માસી જીલુબેને છેલ્લા મહિનાથી ઘરકામ કરવા મુદ્દે શારીરિક માનસિક ત્રાસ આપે સાણસી વડે છાતી તથા ગુપ્તભાગે ચિટિયા ભરી ગંભીર ઇજાઓ કરી ઘરમાં બંધક બનાવી રાખી હતી.

ગઈકાલે નવાગામમાં લગ્ન પ્રસંગમાં ગયેલા બન્ને બહેનોને તેના કૌટુંબિક મૂંગા મીઠાપરાએ બાળકી અંગે પૂછપરછ કરતા હેબતાઈ ગઈ હતી.વાડીએ મજૂરીકામ કરવા ગઈ છે, તેવું તેની માતા દ્વારા કહેતા  મૂંગા મીઠાપરાના પરિવારજનો  ઘરે દોડી ગઈ હતા.

તાળું મારેલા બંધ મકાનમાંથી બાળકીને મુક્ત કરાવી સારવાર અર્થે પ્રથમ ખાનગી બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી.બાળકીના છાતીના ભાગે કુર માતાએ આપેલા ડામના નિશાન, સાણસી ભરેલા ચિટિયાના નિશાન જોવા મળ્યા હતા.

Read About Weather here

બનાવ અંગેની જાણ થતાં થાન પોલીસ તથા સમાજ સુરક્ષા ખાતું દોડી ગયું હતું.બાળકીના પિતા ચાર વર્ષ પહેલાં મૃત્યુ પામ્યા હોય, બાદમાં માતાએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here