સંસદમાં ફરી વિપક્ષી ગર્જના : બન્ને ગૃહો સ્થગીત

સંસદમાં ફરી વિપક્ષી ગર્જના : બન્ને ગૃહો સ્થગીત
સંસદમાં ફરી વિપક્ષી ગર્જના : બન્ને ગૃહો સ્થગીત

કિસાન આંદોલન અને જાસૂસી કાંડના મુદ્ે ભારે શોરબકોરથી કાર્યવાહી ઠપ્પ
જંતર મંતર પર આજથી કિસાન સંસદનો પ્રારંભ, પ્રદર્શનની શરતી મંજૂરી
લોકસભા અને રાજયસભામાં દેકારો થતા આવતીકાલ સુધી બન્ને ગૃહ મુલત્તવી
સંસદની બહાર ગાંધી પ્રતિમા પાસે રાહુલ ગાંધી સહિતના નેતાઓના દેખાવો

આજે સતત ચોથા દિવસે સંસદના બન્ને ગૃહોમાં કોંગ્રેસ પ્રેરીત વિપક્ષી સભ્યોએ ભિન્ન ભિન્ન મુદ્ાઓ પર સરકાર સામે પ્રચંડ વિરોધ કરી જબરદસ્ત હોબાળો મચાવ્યો હતો. પરીણામે સંસદના બન્ને ગૃહોની કાર્યવાહી ઠપ્પ થઇ ગઇ હતી.

Subscribe Saurashtra Kranti here

રાજયસભામાં સવારે દેકારો થયા બાદ બપોર સુધી ગૃહ મોકુફ રહયું હતું. બપોર બાદ જેવું ગૃહ ફરી મળ્યું ત્યારે દેશના અગ્રણી અખબારી જૂથ દૈનિક ભાસ્કર ઇન્કમ ટેક્ષ અને ઇડીના દેશ વ્યાપી દરોડાનો મામલો ગૃહમાં ગુંજી ઉઠયો હતો

અને વિપક્ષોએ જબરો હંગામો મચાવી દેતા અધ્યક્ષે તાત્કાલીક કાર્યવાહી બંધ કરી હતી અને રાજયસભાની બેઠક આવતીકાલ સુધી મુલત્વી જાહેર કરવામાં આવી હતી.

કસભામાં પણ કિસાન આંદોલન, પેગાસસ જાસૂસી કાંડ અને ભાસ્કર ગૃપ પર સાગમટે દરોડાના મામલે વિપક્ષોએ લોકસભામાં જોરદાર શોરબકોર શરૂ કરી દીધો હતો અને તપાસની માંગણી કરી હતી પરીણામે સાંજે 4 વાગ્યા સુધી લોકસભાની બેઠક મોકુફ જાહેર કરવામાં આવી હતી.

દરમ્યાન આજે સંસદ ઠપ્પ થઇ જતા સંસદની બહાર પરીસરમાં આવેલી ગાંધી પ્રતિમા પાસે વિપક્ષી સભ્યો એકઠા થઇ ગયા હતા અને નવા કૃષિ કાયદાના વિરોધમાં તથા જાસૂસી કાંડની સામે ધરણા શરૂ કરી દીધા હતા.

ભારે નારે બાજી શરૂ થઇ ગઇ હતી. બન્ને ગૃહોની કાર્યવાહી બપોરે 2 વાગ્યા સુધી મુલત્વી રાખવાની જાહેરાત થયા બાદ રાહુલ ગાંધી સહિતના નેતાઓએ ગાંધી પ્રતિમા પાસે દેખાવો શરૂ કરી દીધા હતા.

દરમ્યાન સિંધુ બોર્ડર પરથી આંદોલનકારી ખેડૂતો આજે સંસદ ભવન પહોંચી ગયા છે અને કિસાન સંસદનો પ્રારંભ કરી દીધો છે. જંનતર મંતર પર સમગ્ર ચોમાસુ સત્ર દરમ્યાન રોજે રોજ ધરણા કરવાની ખેડૂતોને આજે શરતી મંજુરી આપી દેવાઇ છે.

200થી વધુ ખેડૂતો દૈનિક ધરણામાં એકત્ર થઇ શકશે નહીં. ખેડૂત આંદોલનકારોએ પણ સંસદ ભવનની અંદર નહીં જવાની લેખીત ખાત્રી આપી છે. ઉપરાંત દેખાવો પણ શાંતી પુર્ણ યોજવાની ખાત્રી આપવામાં આવી છે.

આ રીતે સંસદના સત્રના અંત સુધી દરરોજ 200 ખેડૂતો જનતર મંતર પર કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરશે. આમ કૃષિ કાયદા, ખેડૂત આંદોલન અને જાસૂસી કાંડના મુદ્ાઓને લઇને સંસદની અંદર અને બહાર સમરાંગણ મચી ગયું છે.

Read About Weather here

કિસાન નેતા મહેન્દ્રસિંઘ ટીકૈતે યુપીમાં પણ આંદોલન શરૂ કરવાની ચેતવણી ઉચ્ચારી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here